સુરતમાં બનેલ ગ્રીષ્મા હત્યાકાંડ જેવું થતા થતા રહી ગયું. આ ચોંકાવનારો કિસ્સો સુરત માંથી સામે આવ્યો છે જ્યાં પ્રેમીની કાયમી કચ કચથી ત્રાસી જતા યુવતી સંબંધ તોડી નાખ્યો હતો ત્યાર બાદ પાગલ પ્રેમી એ યુવતીના ગળે કટર ફેરવી દીધું અને મારવાની કોશિશ કરી હતી. આ ઘટના સુરત ના સચિન વિસ્તારમાંથી સામે આવી છે. ગ્રીષ્મા હત્યાની જે રીતે ઘટના બની હતી. તે જ પ્રકારે પાગલ પ્રેમીએ સુરતના સચિન વિસ્તારમાં તેની પ્રેમિકાનું ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો.
આ ઘટના પ્રકાશમાં આવતાજ પોલીસ તંત્ર એક્ટિવ થઇ ગયું હતું અને ગણતરીના કલાકોમાં પાગલ પ્રેમીની કરી ધરપકડ કરી લેવામાં આવી હતી. અમે ફરી એક વાર જણાવી દઈએ કે પ્રેમીની કાયમી કચકચથી યુવતી ત્રાસી જતાં તેણે સંબંધ તોડી નાખ્યો હતો.
છડેચોક ગળા પર કટર ફેરવી દેવાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રેમિકાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉમરપાડાની 22 વર્ષીય યુવતી પર પૂર્વ પ્રેમી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ ઘટના સચિનના સુડા વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. આ યુવતી સુરતના એપ્રિલ પાર્કના એક કારખાનામાં સિલાઈ મશીનનું કામ કરતી હતી. પૂર્વ પ્રેમિકા પર હુમલો તાપી જિલ્લાના નિઝર ખાતે બોરડા ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી દ્વારા કરાયો હતો.
મળતી માહિતી મુજબ આ બંને પ્રેમસંબંધમાં જોડાયાં બાદ યુવતીને રામસિંગનો સ્વભાવ પસંદ આવ્યો ન હતો. યુવક નું વર્તન બરાબર ન લાગતા યુવતી ત્રાસી ગઈ અને તેણીએ સબંધ તોડી નાખ્યો હતો. સાથે સાથે યુવતીને લગ્ન માટે માગું આવતા યુવતીએ તેની સાથે પ્રેમસબંધ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ પ્રેમી અવાર નવાર તેને હેરાન પરેશાન કરતો જેથી યુવતી સુરત ખાતે નોકરી છોડી તેના વતન જતી રહી હતી.
ત્યાર બાદ 6 મહિના પહેલાં યુવતી વતનથી પરત સુરત આવી હતી અને ફરીથી નોકરી પર લાગી હતી. પાગલ પેમી એ ફરી એક વાર યુવતીને હેરાન કરવાનું શરુ કરી દીધું હતું. અંતે કંટાળીને યુવતીએ તેનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. તા. 17 ડિસેમ્બર 2022ના રોજ યુવતી સચિન વિસ્તારમાં આવેલા સાઈનાથ સુડા સેક્ટર પાસે એટીએમમાં પૈસા ઉપાડવા ગઇ હતી. ત્યાં આ રામસિંગ આવી પહોંચ્યો અને સાથે આવવા દબાણ કરવા લાગ્યો અચાનક ટોળું ભેગું થઇ જતા પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો
અંતે 21 ડિસેમ્બરના રોજ સવારે યુવતી તેની બહેનપણી સાથે નોકરી પર જઈ રહી હતી. તે દરમિયાન તેનો પ્રેમી અચાનક જ પાછળથી આવ્યો અને કટર વડે ગળું ચીરી નાખ્યું. આ યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી હતી.
આ સમગ્ર ઘટનાને અંતે પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે પહોચી ગયો હતો. આ બનાવ અંગે યુવતીએ સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવી જેમાં સચિન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝનૂની પ્રેમીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Leave a Reply
View Comments