સુરતના કેબલ બ્રિજ પરથી એક યુવકે ઝંપલાવ્યું છલાંગ નો ચોંકાવનારો LIVE વિડીયો

surties

સ્માર્ટ સીટી સુરત માંથી ફરી એક વાર ધ્રુજાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરના મધ્યમાંથી પસાર થતી તાપી નદી પર લોકો પોતાના પરીવાર સાથે ફરવા માટે આવતા હોઈ છે પરંતુ એજ સોહામણી તાપી નથી પર થી ક્યારેક એવા વિડીયો સામે આવે છે કે જેને જોઈને તમારું હૃદય કંપી ઉઠશે.

સુરતની તાપી નદી પર બનાવવામાં આવેલ કેબલ બ્રિજ પરથી યુવાને નદીમાં જંપલાવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકો ને આ ઘટનાની જાણ થતા જ તેઓ તાત્કાલિક એકત્ર થઇ ગયા હતા અને તંત્રને ઘટનાની જાણકારી આપી હતી.

ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ શરૂ કરી છે .આ યુવક કોણ છે? ક્યાં રહે છે? અને શું કામ આ પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે યુવકે કયા કારણસર નદીમાં છલાંગ લગાવી તેનું કારણ હજુ સામે નથી આવ્યું.

માહિતી એવી પણ સામે આવી રહી છે કે આ યુવકે પોતાનો સામાન, ફોન, ગાડીની ચાવી કેબલ બ્રિજ સિક્યોરિટી ગાર્ડને આપીને છલાંગ લગાવી હતી.

આ ઘટના એ હાલ સુરતમાં ચકચાર મચાવ્યો છે અને આ સમાચાર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે. તંત્ર હાલ આ યુવક ની શોધખોળ કરી રહ્યું છે.