આરોગ્ય સાથે ચેડાં ! સુરત ની આ બેકરી પ્રોડક્ટ માંથી મળી આવી જીવાતો

Surties - Surat News

હાલ નો સમય એટલે તહેવારોની સિઝન અને આ સીઝનમાં અત્યારે તગડો નફો કરવા માટે દુકાનદારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખચકાતા નથી તેવું સ્પષ્ટ પણે આપણને દેખાઈ છે. લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.

Surties - Surat News
સુરત શહેર ના ચોક બજાર સ્થિત “સુરત બેકરી” માંથી ખરીદવામાં આવેલ પ્રોડક્ટ માંથી જીવ જંતુ મળી-આવ્યા. મળતી માહિતી અનુસાર ૩ અલગ અલગ પ્રોડક્ટમાંથી આ જીવાતો મળી આવી હોવાની ખબર સામે આવી છે. સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારો આ કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

Surties - Surat News
આ કિસ્સો સામે આવતા આરોગ્ય વિભાગ સામે પણ આકરા સવાલો ઉભા થયા છે અને ચેકિંગ સામે પણ અનેક પ્રશ્નો ઉભો થયા છે. આ ઘટના અંગે સુરત મહાનગર પાલિકાને ઓનલાઈન ફરિયાદ પણ કરવામાં આવી છે.

Surties - Surat News
આ અગાઉ પણ સુરત માંથી અનેક જગ્યા પર ખાદ્ય પદાર્થો માંથી જીવ જંતુ નીકળવાના કિસ્સા સામે આવ્યા છે. સુરત ની જનતા દ્વારા તંત્રને કડક માં કડક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.