તાજેતરમાં જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજથી લઈને તારીખ 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ ઉઘરાવવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતનો અમલ પણ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યો હતો.
ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા શહેરીજનોને દંડની રસીદ આપવાને બદલે ટ્રાફિક પોલીસ લોકોને ગુલાબના ફૂલ આપતાં નજરે ચડયા હતા. સુરત ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં જોઇ શકાય છે કે ટ્રાફિકનો નિયમનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને સુરત ટ્રાફિક પોલીસે દંડની રસીદ ને બદલે ગુલાબના ફૂલ પર આપવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે સુરત પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હર્ષ સંઘવી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં ગુજરાતના લોકો જ્યારે સવારે ઘરેથી નીકળે છે અને નાની-મોટી ખરીદી કરે છે તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 27 તારીખ રાત્રે 12 વાગ્યાં સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ વસૂલવામાં નહીં આવે.
તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના કોઇપણ નાગરીકને હેલ્મેટ પહેર્યા વગર કે લાયસન્સ વગર કે અન અન્ય કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ પકડે તો તેમને જાગૃત કરવા જરૂર છે અને એ માટે પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આઝાદીનાં 75માંવર્ષની ઉજવણી માટે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ફૂલ આપીને તેમને સમજાવવામાં આવ્યા હતા.
Leave a Reply
View Comments