સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ (સ્મીમેર),ના જુદા-જુદા વિભાગો પૈકી ઇમરજન્સી વિભાગ (તાત્કાલિક વિભાગ), DSA વિભાગ (ઇન્ટરવેન્શલ રેડીયોલોજી), હોસ્પિટલ કેન્ટીન, લેબર રૂમ, OBS ICU, NICU, MILK BANK, PEADATRIC WARD, ANC-PNC WARD, FEMALE SURGICAL WARD, ART CENTER તથા PMJAY કીઓસ્કની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમ્યાન સેો પ્રથમ ઇમરજન્સી વિભાગ (તાત્કાલિક વિભાગ) ખાતે ઇમરજન્સી ICU અને કોવિડ ટ્રાએજ વિભાગમાં દરેક મશીનરી જેમ કે, વેન્ટીલેટર, મોનીટર, સકશન મશીન બાબતે માહિતગાર કરેલ. ત્યારબાદ ઇમરજન્સી વિભાગમાં આવેલ DSA વિભાગ (ઇન્ટરવેન્શલ રેડીયોલોજી) જે સાઉથ ગુજરાત ખાતે માત્ર સ્મીમેર હોસ્પિટલમાં જ કાર્યરત હોય, તેમાં થતી પ્રોસીઝરોની ત્યાંના ફેકલ્ટી પાસેથી જાણી, વધુમાં વધુ દર્દીઓ આ સારવારનો લાભ લઇ શકે તે અંગે ઘટતુ કરવા સુચનાઓ આપી હતી.
ઇમરજન્સી વિભાગ બાદ કેન્ટીનની મુલાકાત લઇ કેન્ટીનમાં રાખવામાં આવતી સ્વચ્છતા તથા દર્દીઓને આપવામાં આવતા ભોજન તથા તેના આનુસાંગિક માહિતી મેળવી હતી તથા કેન્ટીનમાં ભોજન લઇ રહેલ દર્દીઓના સગાસબંધીઓ સાથે વાતચીત કરી સ્મીમેર હોસ્પિટલ ખાતે આપવામાં આવતી સેવાઓ અને સુવિધાઓ બાબતે માહિતી મેળવી હતી. વધુમાં ઉપલબ્ધ દર્દીઓના પરિવારજનો પણ સ્મીમેર હોસ્પિટલ ખાતે મળતી સુવિધાઓથી પ્રભાવિત થયા હતા.
લેબર રૂમ તથા OBS ICU ની મુલાકાત દરમ્યાન દર્દીઓ પાસે સારવાર અંગેની માહિતી મેળવી અને હાજર ફેકલ્ટી પાસે વધુમાં વધુ દર્દીઓને સારવાર આપી શકાય તે અંગે ઘટતુ કરવા સુચના આપી હતી. તેમજ મહિલાઓમાં થતા બે્રસ્ટ કેન્સર તથા સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગોની જનજાગૃતિ માટે કેમ્પનું આયોજન કરવા ફેકલ્ટીને સુચના આપી હતી. સદર કેમ્પમાં ર લાખ મહિલાઓનો સમાવેશ કરવા સુચવ્યું હતું.
NICU ખાતે આવેલ પ્રોજેકટ યશોદા અંતગર્ત હયુમન મિલ્ક બેન્કની મુલાકાત કરી વધુમાં વધુ દુધ ભેગું કરી જરૂરિયાત મંદોને સુવિધા પુરી પાડવા સુચનાઓ આપી હતી. તેમજ પ્રસુતાઓની સારસંભાળ તથા નવજાત શિશુઓની વિશેષ તકેદારી રાખવાં બાબતની માહિતી મેળવી પ્રોત્સાહક સુચનો કર્યા હતા. ART CENTER ખાતે દર્દીઓની સારવાર માટે કામગીરીની સમીક્ષા કરી હતી. PMJAY કીઓસ્ક ખાતે વધુને વધુ દર્દીઓ PMJAY યોજના અંતર્ગત આવરી લેવામાં આવે તે અંગે સુચન કરેલ. તેમજ સ્મીમેર કેમ્પસ / હોસ્પિટલની સાફ-સફાઇ બાબતે દર્દીઓને બેસવાની વ્યવસ્થા તથા ર્ડાકટર-સ્ટાફ-દર્દીઓની પાર્કીગની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ.
વધુમાં, હોસ્પિટલના રાઉન્ડ બાદ કોલેજ કાઉન્સીલ હોલ ખાતે મીટીંગ કરી હોસ્પિટલના જુદા-જુદા વિભાગોની કાગમીરીનું પ્રેઝન્ટેશન નિહાળી વધુને વધુ દર્દીઓને સારવાર આપી શકાય તે માટે ચર્ચા-વિચારણા કરી હતી.
Leave a Reply
View Comments