શહેરના પાલ વિસ્તારમાં આવેલા લેક ગાર્ડનમાં આજે સવારે બિલાડી 25 ફુટ ઉંડા કુવામાં ખાબકી હતી. જે અંગે સ્થાનિકોને જાણ થતાં શરૂઆતમાં સ્થાનિકો દ્વારા બિલાડીને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જો કે, સ્થાનિકોને સફળતા ન સાંપડતા અંતે ફાયર વિભાગના જવાનોને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ બિલાડીને સહી – સલામત બહાર કાઢતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.
શહેરના પાલ લેક ગાર્ડન પાસે આજે સવારે 25 ફુડ ઉંડા કુવામાં બિલાડી ભરાઈ ગઈ હતી. આ અંગે સ્થાનિકોને જાણ થતાં તેઓએ બિલાડીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યા બાદ અંતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાને દોરડું બાંધીને કુવામાં ઉતર્યા બાદ બિલાડીને બખોલમાંથી કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં સફળતા સાંપડ્યા બાદ બિલાડીને બહાર કાઢવામાં ફાયર વિભાગને સફળતા સાંપડી હતી. ફાયર વિભાગની આ કામગીરીને ઘટના સ્થળે હાજર સ્થાનિકોએ વધાવી લીધી હતી.
Leave a Reply
View Comments