વેસુ વિસ્તારમાં રહેતા અને કાપડના (Textile )વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને રાજસ્થાનના જયપુરનો ઠગબાજ કાપડ દલાલ ભેટી ગયો હતો. કાપડ દલાલે વેપારીને ટૂંક સમયમાં માલના પૈસા(Money ) ચૂકવી આપવાનો વાયદો કરી ૭.૦૧ લાખનો કાપડનો માલ ખરીદી કર્યો હતો અને બાદમાં પૈસા નહીં આપી ઠગાઈ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ કાપડ દલાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વેસુ અો.એન.જી.સી કોલોની પાછળ સ્ટાર ગેલેક્ષ્સી ખાતે રહેતા રવિન્દ્ર કેદારમલ અગ્રવાલ (ઉ.વ.૬૨) ઉધના મેઈન રોડ સીટી ઈન્ડસ્ટ્રીઝમાં પત્ની નિર્મલ દેવી અગ્રવાલના નામે મિસ્કા ટ્રેન્ડ નામની ફર્મથી કાપડનો વેપાર ધંધો કરે છે. દોઢ વર્ષ પહેલા રવિન્દ્રની અોફિસે કમલેશ ગુપ્તા નામનો યુવક આવ્યો હતો અને પોતે જયપુરમાં રામપ્રતાપ ચુનીલા નામની પેઢીથી ધંધો કરે છે અને વેપારીઓને કાપડનો માલ દલાલથી મંગાવી આપી તેનું સાત દિવસમાં પેમેન્ટ ચુકવી આપતા હોવાનુ કહ્યું હતું.
શરુઆતમાં બેગ્લોરી કાપડનો માલ ખરીદી તેનું સમયસર સાત દિવસમાં પેમેન્ટ ચુકવી આપી વિશ્વાસ ઉભો કર્યો જહતો. ત્યારપછી અવાર નવાર જયપુરની અલગ અલગ પેઢીઓ માટે કાપડનો માલ ખરીદી સમયસર પેમેન્ટ ચુકવતા હતા. ત્યારબાદ ગત તા 4 માર્ચથી 15 એપ્રિલ સુધીમાં રૂપિયા 8,01,007 કાપડનો માલ ખરીદ્યો હતો જેમાંથી રૂપિયા 1 લાખ ચુકવ્યા હતા અને બાકી નિકળતા રૂપિયા 7.01.007ની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે નહી આપી છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર રવિન્દ્ર અગ્રવાલએ આ મામલે ઉધના પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગબાજ કાપડ દલાલ કમલેશ ગુપ્તા સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Leave a Reply
View Comments