અલથાણ વિસ્તારમાં રહેતી મહિલા વેપારી ગતરોજ કામઅર્થે તેના પતિ સાથે વરાછા વિસ્તારમાં આવી હતી. વરાછા સીતાનગર શ્રી નચીકેતા વિધાનિકેતન સ્કુલની સામે બ્રીજ નીચે તેઓ કાર પાર્ક કરી સ્કૂલમાં ગયા હતા. આ સમયે કોઈ અજાણયા ચોર ઈસમોએ તેમની કારને નિશાન બનાવી હતી અને કારનો કાચ તોડી મહિલાની કારમાં મુકેલ રોકડા રૂપિયા 3.50 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે મહિલાએ વરાછા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
બનાવની વિગત એવી છે કે અલથાણ આગમ હાઈટ્સ સનફ્લાવર ફ્લેટ નં-૯૦૬માં રહેતા રીતીકાબેન જતીનભાઈ ખન્ના (ઉ.વ.31) અઢી વર્ષથી એલિટસોલ સોલાર સોલ્યુસન નામથી સોલાર પ્લાન્ટનું કામકાજ કરે છે અને પીપલોદ હોસ્પિટલની સામે સારસ્વતનગરમાં અોફિસ ધરાવે છે. રિતીકાબેન તેના પતિ સાથે ગત તા 24 મીના રોજ બેન્કમાં રૂપિયા 3,50,00 જમા કરવા માટે ઘરેથી ટાટા કંપનીની ટીંગો ફોર ગાડી લઈને નિકળ્યા હતા. તે પહેલા તેઓ અડાજણ ખાતે સોલાર ફીટ કરવાનું હોવાથી ત્યાં જગ્યાની મુલાકાત કરવા માટે ગયા હતા.
ત્યારબાદ તેઓ વરાછા સીતાનગર ખાતે શ્રીનચિકેતા વિદ્યાનિકેતન સ્કુલમાં અગાઉ ફીટ કરેલ સોલાર પ્લાન્ટમાં ઈન્વેટરમાં પ્રોબ્લેમ હોવાથી સ્કુલમાં ગયા હતા. રિતીકાએ તેમની ગાડી સ્કુલની સામે બ્રીજ નીચે પાર્ક કરી હતી. આ સમયગાળા દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમે ગાડીના સાઈડ પાછળની સીટના દરવાજાનો કાચ તોડી ગાડીમાં મુકેલ રોકડા 3.50 લાખ સાથેની બેગ ચોરી કરી નાસી ગયો હતો. રીતીકાબેન અને તેનો પતિ સ્કુલમાં સોલાર ઈન્વેટરમાં પ્રોબ્લેમ ચેક કરી પરત ગાડી પાસે આવતા ગાડીનો કાચ તોડી ચોરી થઈ હોવાનુ બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે રિતીકાબેનની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Leave a Reply
View Comments