હવે આપણું સ્માર્ટ સીટી સુરત પણ બની રહ્યું છે ફિલ્મ સિટી સુરત. આપણા સુરતમાં પણ હવે અવાર નવાર બિગ બજેટ ફિલ્મોના શૂટિંગ થાય છે.
આપડે જાણીયે છીએ કે બોલીવુડ ની આવનારી ફિલ્મ “હિસાબ બરાબ” ના શૂટિંગ માટે બોલીવુડ સ્ટાર નીલ નીતિન મુકેશ સુરત આવ્યા હતા અને સુરતના એરપોર્ટ પણ આ શુટિંગ કરવામાં આવ્યું હતું તેમજ થોડા દિવસ પહેલા જાણવી કપૂર અને રાજકુમાર રાઉ પણ સુરતના લાલબભાઇ સ્ટેડિયમ ખાતે પોતાની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ મહી ના શૂટિંગ માટે જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ આગામી સમયમાં ગુજરાતી હિન્દી બિગ બજેટ ફિલ્મો સુરત અને સાઉથ ગુજરાતમાં શૂટિંગ માટે આવી રહી છે
આજ રોજ સાઉથ ના સુપર સ્ટાર કમલ હસન ની આવનારી ફિલ્મ “INDIAN 2” શૂટિંગ આપણા સુરતમાં થઇ રહ્યું છે. આ ફિલ્મ શૂટિંગ સુરતના એરપોર્ટ રોડ પર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ શુટિંગ દરમિયાન સુરતીસ ની ટિમ “ON GROUND” પહોંચી હતી અને ત્યાં શૂટિંગ કેવી રીતે થાય છે તે પણ તમારા માટે લઇ ને આવ્યા છીએ.
જુઓ કેવી રીતે થાય છે ફિલ્મ નું શૂટિંગ
View this post on Instagram
ટિમ સુરતીસ જયારે આ ઇન્ફોર્મેશન મેળવી રહી હતી ત્યારે જાણવા મળ્યું કે કમલ હસન ની આવનારી ફિલ્મ “INDIAN 2” ની શૂટિંગ નું કારભાર સુરતની જ એક કંપની Line Production કરી રહી છે.
આ કંપનીના Line Producer સમીર દેસાઈ અને Production Designer સેતુ ઉપાધ્યાય પાસેથી જાણવા મળ્યું કે સુરતી કંપની સુરત અને સાઉથ ગુજરાતમાં એક થી એક શાનદાર શૂટ ફ્રેન્ડલી એટમોસ્ફિયર અને લોકેશન ની વ્યવસ્થા કરી આપવા માટે જાણીતી છે.
Leave a Reply
View Comments