પ્રખ્યાત અભિનેતાની હાલત બગડી? રસ્તા પર જુઓ શું વેચી રહ્યો છે…..- વિડીયો થયો વાયરલ

Surties

કોમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવર લોકોને હસાવવામાં ક્યારેય નિષ્ફળ જતા નથી. તે પોતાની વિચિત્ર હરકતોને કારણે ચર્ચામાં રહે છે. કપિલ શર્માના શોથી લાઈમલાઈટમાં આવેલા આ અભિનેતાએ એકલા હાથે પણ ઘણા શો કર્યા પરંતુ તેને વધારે સફળતા ન મળી.

જોકે તેણે ફિલ્મોથી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. અને હજુ પણ કામ કરે છે. તેથી. સુનીલ ગ્રોવરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે મગફળી વહેંચતો દેખાઈ રહ્યો છે. આ વિડીયો સામે આવતા બધા ચોંકી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sunil Grover (@whosunilgrover)

સુનીલ ગ્રોવર રોડ કિનારે આવેલી મગફળીની દુકાને પહોંચે છે. પહેલા તે ત્યાં રાખેલી બધી વસ્તુઓ જુએ છે અને પછી બેસીને મગફળી શેકવા લાગે છે. વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે આ દુકાન બીજા કોઈની નહીં પણ તેની પોતાની છે. તે વારંવાર તવામાંથી મગફળી કાઢે છે.

વિડીયોના કેપ્શનમાં અભિનેતાએ લખ્યું – “ખાઓ ખાઓ ખાઓ” આ પછી લોકો કમેન્ટ કરવા લાગ્યા. એકે લખ્યું – કલ્પના કરો કે તમે મગફળી ખરીદવા જાવ અને ત્યાં સુનીલ ગ્રોવર મળી જાય. અમે તમને જણાવી દઈએ કે આ વિડીયો અભિનેતાએ માત્ર મનોરંજન માટે બનાવ્યો છે. તેણે આ કામ શરૂ કર્યું નથી.