જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના : પેપર નહિ બેરોજગારોનું નસીબ ફૂટ્યું ! પેપર લીક થતાં પરીક્ષાર્થીઓ….

Surties

ગુજરાતમાં ફરી એકવાર પેપર લીકના સમાચાર સામે આવ્યા છે. 29 જાન્યુઆરી એટલે કે આજે યોજાનારી જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત ATSની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Surties

Surties

ગુજરાત ATSએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા પાંચ લોકો ગુજરાતના રહેવાસી છે. હૈદરાબાદ, ઓડિશા, મદ્રાસમાં એટીએસની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે. તમામ આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

Surties

Surties

આપને જણાવી દઈએ કે વડોદરા પોલીસને મોડી રાત્રે આ કેસમાં એક યુવક પાસેથી પેપરની કોપી મળી હતી. યુવકની ધરપકડ કરવામાં આવી છે. આજે સવારે 11 વાગ્યાથી પરીક્ષા યોજાવાની હતી. તમામ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર ન જવા જણાવવામાં આવ્યું છે. પરીક્ષાઓ ફરીથી ક્યારે લેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. પેપર રદ થવાને કારણે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત વ્યર્થ થઈ ગઈ છે.

Surties

Surties