ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ પૂરી થયા બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 4 ડિસેમ્બરે રમાશે. આ પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક બેઠક બોલાવી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી સહિત ટીમ મેનેજમેન્ટના અન્ય સભ્યો હાજર રહેશે.
મળતી માહિતી મુજબ આ બેઠકમાં ટીમના કોચ અને ટી-20 ફોર્મેટમાં કેપ્ટન પર ચર્ચા થઈ શકે છે. ભારતીય ટીમના કોચ માટે ગૌતમ ગંભીર સહિત અન્ય પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પર વિચાર કરવામાં આવી શકે છે.
આ સિવાય BCCI વિદેશી કોચ વિશે વિચારી શકે છે. તેનાથી દ્રવિડનો બોજ ઓછો થશે. ટી20 વર્લ્ડ કપ બાદથી ભારતીય કોચને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર બ્રેક લેવા માટે પણ ટ્રોલ થયો હતો. BCCI દ્વારા આયોજિત આ બેઠકમાં રોહિત શર્મા, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, BCCI પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, BCCI ટ્રેઝરર આશિષ શેલાર, ચેતન શર્મા (સિલેક્ટર્સના આઉટગોઇંગ ચેરમેન) હાજર રહેશે.
Leave a Reply
View Comments