સેમી ફાઇનલ હાર બાદ મોટો ફેરફાર? જય શાહ સંબંધિત મોટી ખબર સામે આવી…

Surties - Surat News

ન્યૂઝ એજન્સી ANI ના જણાવ્યા અનુસાર, BCCI સેક્રેટરી જય શાહની ICC માં ફાયનાન્સ એન્ડ કોમર્સિયલ એફેર્સ કમિટીના હેડ તરીકે પસંદગી કરવામાં આવી હોવાનું સૂત્રો તરફ થી જાણકારી મળી છે. BCCI સેક્રેટરી જય શાહને ICC માં મોટી જવાબદારી મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ સભ્યોએ જય શાહને ફાયનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટીના વડા તરીકે ચૂંટ્યા હોવાની વાતો સામે આવી છે, એવું પણ સામે આવ્યું છે કે આ સમિતિના કામમાં સભ્ય દેશો વચ્ચે આવકની વહેંચણીનો પણ સમાવેશ થાય છે. આ સમિતિના વડા ICC બોર્ડના સભ્ય છે. એટલે કે જય શાહની ચૂંટણી સાથે એ પણ ચિત્ર ચોખ્ખું થઈ ગયું છે તેઓ ICC બોર્ડમાં BCCIનું પ્રતિનિધિત્વ કરશે.