ચોંકાવનારો ખૂલાસો : અરે…બાપરે…. આ ક્રિકેટર તો ‘ગે’ નીકળ્યો નિવૃત્તિ બાદ કર્યા અનેક ખુલાસા…

Surties

આપણને ઘણી વાર જાણવા મળ્યું હોઈ છે સમયાંતરે ચર્ચિત લોકો પોતાને ગે હોવાનું સ્વીકારતા આવ્યા છે. આવો જ એક ખુલાસો ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરે કર્યો હતો. દિગ્ગજ ખેલાડી હિથ ડેવિસે સ્વીકાર્યું છે કે તે ‘ગે’ છે. આ રીતે તે ન્યૂઝીલેન્ડનો પ્રથમ ગે ઈન્ટરનેશનલ ક્રિકેટર પણ બની ગયો છે.

Surties

ડેવિસ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેણે 1994 અને 1997 ની વચ્ચે ન્યૂઝીલેન્ડ માટે પાંચ ટેસ્ટ મેચ અને 11 વન-ડે ઈન્ટરનેશનલ રમી હતી. હીથ ડેવિસની ભલે લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી ન હોય, પરંતુ તેણે સ્થાનિક સર્કિટમાં સખત મહેનત કરી છે. ઘરેલું ક્રિકેટ ઘણું રમ્યું છે.

Surties

ઓનલાઈન મેગેઝિન ‘ધ સ્પિનઓફ’ને આપેલા ઈન્ટરવ્યુમાં ડેવિસે કહ્યું, ‘મને લાગ્યું કે મારા જીવનનો આ ભાગ છે જે હું છુપાવી રહ્યો છું. આ મારું અંગત જીવન હતું, માત્ર એટલા માટે કે હું તેને અત્યાર સુધી દુનિયાની સામે નથી લાવી રહ્યો, પરંતુ મને લાગ્યું કે આ પાસું પણ દુનિયાની સામે રાખવું જોઈએ. મારે એ વાત છુપાવવી ન જોઈએ કે હું ગે છું.

Surties

હીથ ડેવિસે કહ્યું કે જ્યારે તે ઘરેલુ ક્રિકેટ રમવા માટે 1997માં પોતાના વતન વેલિંગ્ટનથી મોટા સ્થળ ઓકલેન્ડમાં ગયો ત્યારે જીવન સુધર્યું. તે ઉમેરે છે, ‘ઓકલેન્ડમાં દરેકને ખબર હતી કે હું ગે છું. ટીમના દરેક જણ આ જાણતા હતા, પરંતુ મને નથી લાગતું કે તે આટલો મોટો મુદ્દો છે.