સુરત હવે માત્ર સ્માર્ટ સીટી નહિ, ડાયમંડ સીટી નહિ, સન સીટી નહિ પરંતુ હવે આપણું સુરત “ફિલ્મ સિટી સુરત” બનવા તરફ આગળ વધી રહ્યું છે.
સાઉથ ના સુપર સ્ટાર કમલ હસન ની આવનારી ફિલ્મ “INDIAN 2” નું શૂટિંગ આપણા સુરતમાં થઇ રહ્યું છે. આ ફિલ્મ શૂટિંગ સુરતના એરપોર્ટ રોડ, રેલવે સ્ટેશન, ભાગો ચાર રસ્તા અને કેબલ બ્રિજ પર કરવામાં આવ્યું છે. આ ફિલ્મ શુટિંગ દરમિયાન સુરતીસ ની ટિમ “ON GROUND” પહોંચી હતી અને ત્યાં શૂટિંગ કેવી રીતે થાય છે તે પણ તમારા માટે લઇ ને આવ્યા છીએ.
જુઓ કેવી રીતે થાય છે શૂટિંગ
View this post on Instagram
આપણા સુરતમાં હવે અવાર નવાર બોલીવુડ સેલેબ્રીટી આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાજ બોલીવુડ સ્ટાર નીલ નીતિન મુકેશ પોતાની ફિલ્મનું શુટિંગ કરવા માટે આવ્યા અને જાણવી કપૂરની સાથે રાજકુમાર રાઉ પર લાલભાઈ કોન્ટાક્ટર સ્ટેડિયમ ખાતે શૂટિંગ માટે આવ્યા હતા.મળતી માહિતી મુજબ આગામી સમયમાં ગુજરાતી હિન્દી બિગ બજેટ ફિલ્મો સુરત અને સાઉથ ગુજરાતમાં શૂટિંગ માટે આવી રહી છે
આ ફિલ્મના સેટ પર સેતુ ઉપાધ્યાય પાસેથી જાણવા મળ્યું કે આ 3 દિવસના શૂટિંગ દરમિયાન સુરતની જનતાનો ખુબજ સારો સહકાર રહ્યો છે અને સુરત પોલીસે પણ ખુબજ સારો સહકાર આપ્યો છે.
Leave a Reply
View Comments