દર્શકો તેમના મનપસંદ સ્ટારની મનપસંદ ફિલ્મ વારંવાર જોવાનું પસંદ કરતા હોઈ છે. પરંતુ જો તમારે દરરોજ એક જ ફિલ્મ જોવાની હોય તો ? સ્વાભાવિક રીતે કદાચ કોઈને તે ગમશે નહીં. ઘણા વર્ષોથી મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સૂર્યવંશમ’ ટીવી પર રાજ કરી રહી છે. આ ફિલ્મ લગભગ દરરોજ રાત્રે ખાનગી ચેનલ પર આવે છે, જેને જોઈને દર્શકો હવે કંટાળી ગયા હોઈ તેવું લાગી રહ્યું છે. હદ તો ત્યાં થઇ ગઈ કે એક નારાજ દર્શકે ચેનલને પત્ર પણ લખ્યો છે.
હાલ સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક પત્ર વાયુ વેગે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ‘સૂર્યવંશમ’ને જોઈને ‘અપસેટ’ થઈ ગયો છે. તેણે પોતાની આપવીતી અને સમસ્યા અંગે ખાનગી ચેનલને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે ફિલ્મનું પ્રસારણ હજુ કેટલા દિવસ માટે કરવામાં આવશે તે અંગે સવાલ કર્યો છે.
આ પત્ર હવે સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર ચેનલની મુંબઈ ઓફિસને મોકલવામાં આવ્યો હતો. પત્ર મોકલનાર વ્યક્તિ કહે છે કે તેને તેના વિશે માહિતી મેળવવાનો અધિકાર છે. તે ફક્ત ચેનલમાંથી તેના પ્રશ્નોના જવાબો જાણવા માંગે છે.
આ તમામ બાબતમાં નોંધપાત્ર વાત એ છે કે, ઘણા સમયથી, લોકો પહેલાથી જ ચેનલને દરરોજ માત્ર એક જ ફિલ્મ ટેલિકાસ્ટ કરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે. જો કે, હવે આ મામલો વધુ વધી ગયો જ્યારે એક વ્યક્તિએ ચેનલને જ સીધો પત્ર લખ્યો.
ફિલ્મ ‘સૂર્યવંશમ’ અનેક વાર ટ્રોલર્સ ના નિશાન પર ચડી છે અને લોકો સોશિયલ મીડિયા પર અવાર નવાર આ ફીલ વિષે ટિપ્પણી કર્ણ નજરે ચડે છે.
Leave a Reply
View Comments