OMG : અરે બાપરે સોનુ સુદ આ શું કરી બેઠો, જુઓ રેલવે એ શું કહી દીધું…

surties

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ તેમની શાનદાર ફિલ્મો ઉપરાંત તેમની ઉદારતા માટે પણ જાણીતા છે. સોનુ સૂદ કોરોના મહામારીના સમયથી લોકોના મદદગાર તરીકે ઉભરી આવ્યો છે. તે અવારનવાર પોતાના ઘરે લોકોને મળે છે અને દરેક શક્ય રીતે મદદ કરે છે. સોનુ તે અભિનેતાઓમાંથી એક છે જેને લોકો રીલ નહીં પણ વાસ્તવિક જીવનનો હીરો માને છે.

આટલું જ નહીં, સોનુ સૂદ પણ સામાન્ય લોકોની જેમ જીવન જીવવાનું પસંદ કરે છે. ખરેખર, સોનુ સૂદનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયોમાં સોનુ ટ્રેનની સીટ છોડીને દરવાજા પર બેઠો જોવા મળે છે. અભિનેતાનો આ વિડીયો ખુબજ વાયરલ થયો છે.

વાસ્તવમાં સોનુ સૂદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં અભિનેતા ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. પવનમાં લહેરાતા વાળ સાથે તે પ્રવાસની મજા માણી રહ્યો છે. આ વિડીયોને શેર કરતી વખતે સોનુએ કેપ્શનમાં લખ્યું છે ‘મુસાફિર હું યારોં’ આ વિડીયો પર તેણે કિશોર કુમારનું પ્રખ્યાત ગીત ‘મુસાફિર હૂં’ મૂક્યું છે. સોનુનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો સામે આવતા Northern Railway એ કહ્યું કે તમે દેશ અને દુનિયાના કરોડો લોકો માટે રોલ મોડલ છો. ટ્રેનના પગથિયાં પર મુસાફરી કરવી ખતરનાક છે, આ પ્રકારનો વિડીયો તમારા ચાહકોને ખોટો સંદેશ મોકલી શકે છે.