સુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા મોડી રાત્રે શહેરના કોટ વિસ્તારમાં ચાલી રહેલી રીસરફેસિંગની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. કમિશનર દ્વારા અચાનક રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરવાને પગલે અધિકારીઓ સહિત સ્થાનિક કોર્પોરેટરો પણ પહોંચી ગયા હતા. અલબત્ત, સ્થાનિકોએ આ રીતે અચાનક કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચેલા મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલનું સ્વાગત કરવા સાથે તેઓની આ પ્રકારની કામગીરી બિરદાવી હતી. આ દરમ્યાન તેઓને સાથે ઝોનલ ચીફ જતિન દેસાઈ અને સ્થાનિક કોર્પોરેટર અશોક રાંદેરી દ્વારા જરૂરી જાણકારીઓ પુરી પાડવામાં આવી હતી.
સુરતના નવનિયુકત મ્યુ કમિશ્નર શાલિની અગ્રવાલે મોડીરાત્રે શહેરના નાનપુરા વિસ્તારનો રાઉન્ડ લઈ રોડ બનાવવાની કામગીરીની સમિક્ષા કરી હતી. ઝોનલ ચીફ જતિન દેસાઈએ મ્યુ કમિશનરને તમામ માહીતી પુરી પાડી હતી. સ્થાનિક કોર્પોરેટર અશોક રાંદેરી પણ મ્યુ કમિશ્નર સાથે રાઉન્ડમાં નિકળ્યા હતા.
વિધાનસભાની ચુંટણીની આચારસંહીતાનું ગ્રહણ વિકાસના કામોને નહી લાગે તે માટે કામોનો ધમધમાટ ચાલું થયો છે. થોડા દિવસ પુર્વે સુડા ખાતે મળેલી બેઠક દરમિયાન મ્યુ કમિશ્નર શાલિની અગ્રવાલે ઝડપથી કામગીરી પુર્ણ કરવાની સુચના આપી હતી. પરીણામે મનપાના તમામ ઝોનમાં ચાલતા કામોને વેગ આપવામાં આવી રહ્યો છે.
સરળતાથી કામગીરી થઈ શકે તે માટે નાનપુરાના ખારવા મહોલ્લામાં રાત્રી દરમિયાન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગઈકાલે રાત્રીના ૧૨ વાગ્યે મ્યુ કમિશ્નર શાલિની અગ્રવાલ સ્થળ પર દોડી ગયા હતા. રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ડામરનું ટેમ્પરેચર કેટલું છે, રસ્તાની લંબાઈ કેટલી છે, કેટલા સમયમાં રોડ બની જશે સહીતની વિગતો કમિશ્નરે લીધી હતી. ઝોનલ ચીફ જતિન દેસાઈએ મ્યુ કમિશ્નરને તમામ માહિતી આપી હતી. સ્થાનિક કોર્પોરેટર અશોક રાંદેરી પણ મ્યુ કમિશ્નર સાથે રાઉન્ડમાં હતાં.
Leave a Reply
View Comments