અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માતના ધ્રુજાવી દે તેવો વિડીયો સામે આવ્યો..ગુસ્સે ભરાયેલા લોકોએ જુઓ કેવો હાલ કર્યો….

surties

હાલ ગુજરાતમાં સૌ કોઈની નજર અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત પર છે. ઈસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા અને મદદ કરવા ઉભેલા ટોળા પર જેગુઆર કાર ફરી વળતા એક પોલીસ કોન્સ્ટેબ, હોમગાર્ડ જવાન સહિત 9 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે.

આરોપી કાર ચાલાક નું નામ તથ્ય પટેલ છે અને તે હાલ હોસ્પિટલમાં દાખલ છે. હાલ આ અકસ્માત ના અંકે વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં જેમાં એક વીડિયોમાં સ્પષ્ટ પાને કર અથડાતી હોઈ તેવું દેખાઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ટ્રાફિક PI વી.બી. દેસાઈ અકસ્માત કેસમાં ફરિયાદી બન્યા છે અને આરોપી તથ્ય પટેલની સામે માનવવધનો ગુનો નોંધાયો છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં તથ્યની પોલીસ ધરપકડ કરાશે.

surties

મધરાત્રે સર્જાયેલા અકસ્માતનો હ્યદય હચમચાવી દે તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અકસ્માત સામે ઇસ્કોન બ્રિજ પરથી પસાર થઇ રહેલા એક બાઈકરના કેમેરામાં કેદ થયો છે. જેમાં બેફામ જગુઆર કાર આવીને ઉભેલા લોકોને અડફેટે લે છે અને આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા.

અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ કારચાલક તથ્ય પટેલને ઢોર માર માર્યો હતો. જેનો વિડીયો પણ વાયરલ થયો છે.

surties

કાર ચાલાક આરોપીના પિતા અને તેના વકીલ સવારે મીડિયા સમક્ષ આવ્યા હતા અને વકીલે તમામ આરોપ અકસ્માત સ્થળે ઉભેલા લોકો પર ઢોળી દીધો. અમે પોલીસને સહકાર આપવા માટે તૈયાર છીએ તેવું પણ જણાવ્યું.

whatsapp