ફેમસ ટીવી એક્ટ્રેસ શિલ્પા શિંદે ‘ભાબી જી ઘર પર હૈ’ માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. જોકે તેણે હવે આ શો છોડી દીધો હતો. તે જ સમયે, 6 વર્ષ પછી શિલ્પા શિંદે ટીવી પર એક શો દ્વારા ફરી એકવાર કમબેક કરવા જઈ રહી છે.
આ તમામ ખબરો વચ્ચે શિલ્પાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં અભિનેત્રી ઓટો ચલાવતી જોવા મળે છે. શિલ્પાનો ઓટો ચલાવતો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો અલગ અલગ ટિપ્પણી કરી રહ્યા છે.
View this post on Instagram
શિલ્પા શિંદેએ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે, જેમાં તે ઓટોમાં બેઠેલી જોવા મળી રહી છે. શિલ્પા આરામથી બેઠી છે, આ દરમિયાન એક છોકરી તેની પાસે આવે છે અને તેણે શિલ્પાને પૂછ્યું કે તું વર્સોવા જઈશ? શિલ્પા કહે છે કે ના. આના પર છોકરી પૂછે છે કે કેમ નહીં? એક્ટ્રેસનો આ ફની વિડીયો ફેન્સને પસંદ આવી રહ્યો છે. શિલ્પાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે અને તેના ચાહકો આ વિડીયો ને ખુબજ શેર કરી રહ્યા છે.
Leave a Reply
View Comments