શિખર ધવન પર બની રહી છે ફિલ્મ ? જાણો આ બાબતે ચોક્કસ માહિતી

Surties - Surat News

ક્રિકેટના મેદાન પર પોતાની બેટિંગ થી ક્રિકેટ પ્રેમીના દિલો પર રાજ કરનારા ભારતના ઓપનર બેટ્સમેન હવે ફિલ્મી પડદા પર જોવા મળશે. તેઓ એક હિન્દી ફિલ્મમાં જોવા મળશે તેવી વાતો સામે આવી રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી પણ કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ એક તસવીર દ્વારા આ વાતની પુષ્ટિ પણ થાય છે.

‘ડબલ એક્સએલ’ થી કરશે ડેબ્યુ
ભારતના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ફિલ્મી પરદા પર જોવા મળશે. બૉલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશીએ શિખર ધવન સાથે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. મળતી માહિતી મુજબ ફિલ્મના શૂટિંગ દરમિયાનની તસવીરો સામે આવી છે.

સોનાક્ષી અને હુમા સાથે શિખર ધવન
‘ડબલ એક્સએલ’ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી બંને શિખર દ્વાન સાથે જોવા મળશે. માહિતી એવી પણ સામે આવી રહી છે કે આ ફિલ્મમાં ઝહીર ઇકબાલ પણ છે. ફિલ્મના નિર્દેશક સતરામ રમાની છે. આમાંથી એક તસવીરમાં શિખર અને હુમા રોમૅંટિક પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં શિખર અને હુમા હસતાં જોવા મળે છે.