પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ – જુઓ સ્વામિનારાયણ નગર ની ઝલક…

Surties - Surat News

“પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ” ભવિષ્યમાં ક્યારેય ન જોયો તેવો ભવ્ય મહોત્સવ BAPS સંસ્થા દ્વારા ગુજરાત ના અમદાવાદ ખાતે થવા જઈ રહ્યો છે. આ ઉત્સવ એટલો શાનદાર અને આકર્ષક હશે કે તેનાથી સમગ્ર વિશ્વ ની આખો અંજાઈ જશે. પ્રમુખસ્વામી મહારાજ નગર એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ બાજુ એ સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો યોજાશે અને સાથે સાથે અનેક વિવિધ પ્રસ્તુતિઓથી નગર ગુંજી ઊઠશે.

“બીજાના ભલા માં આપણું ભલું, બીજાના સુખ માં આપણું સુખ” આ સૂત્ર વિશ્વ વંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજે આપ્યું છે. અમદાવાદ ખાતે આ ઉત્સવ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે. પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાશે. આ મહોત્સવ 15 ડિસેમ્બર, 2022થી 15 જાન્યુઆરી, 2023 સુધી એક મહિના દરમ્યાન ઊજવાશે. આ મહોત્સવ માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે, જે લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે.

“શતાબ્દી મહોત્સવ ના આકર્ષણો”

Surties - Surat News

  • કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વારો : આ વિશાળ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ મેળવવા કુલ 7 કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વારોની રચના કરવામાં આવી છે. સરદાર પટેલ રીંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર જોઈ શકાય છે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોની યાદ અપાવે છે. સાથે સાથે અન્ય છ પ્રવેશદ્વાર પણ કળા-કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂના રૂપ છે. 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવતા આ દરેક પ્રવેશદ્વાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ વ્યક્તિત્વ અને જીવનરેખાની સ્મૃતિઓ કરાવશે.

Surties - Surat News

  • પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય સ્મારક પ્રતિમા : આ ભવ્ય નગરમાં પ્રવેશતાં આપણને 15 ફૂટ ઊંચી પીઠિકા પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમાના દર્શન થશે. આ પ્રતિમાની આસપાસના વર્તુળમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની જીવન ગાથા પ્રદર્શિત છે.

Surties - Surat News

  • ભવ્ય અક્ષરધામમંદિર : સ્વામીનારાયણ નગરની મધ્યમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે રચેલા ભવ્ય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની વિશાળ પ્રતિકૃતિ રચવામાં આવી છે. આ મંદિર 67 ફૂટ ઊંચું છે.

  • બાળકો માટે સાંસ્કૃતિક બાળનગરી : આ સ્વામિનારાયણ નગરમાં બાળકો માટે 17 એકરમાં વિશિષ્ટ બાળનગરી નું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બાળકો માટે નૃત્ય અને સંગીતથી ભરપૂર પ્રેરક કાર્યક્રમો પણ યોજાશે અને આ બાળનગરી બાળ સ્વયંસેવકો દ્વારા સંચાલિત થશે.

Surties - Surat News

  • વિવિધ પ્રેરણા આપતા પ્રદર્શન ખંડો : આ ભવ્ય નગરના મધ્ય માર્ગની બંને બાજુએ પાંચ પ્રદર્શનોની અનોખી પ્રસ્તુતિઓ રજુ કરવામાં આવશે. આ પ્રદર્શન ખંડો માં જીવનઘડતર, પારિવારિક શાંતિ, વ્યસનમુક્તિ અને રાષ્ટ્ર સેવા વગેરેની રોમાંચક પ્રસ્તુતિઓ બતાવવામાં આવશે.

Surties - Surat News

  • ટેલેન્ટ શો : બાળકો-યુવાનોની શક્તિઓને ખીલવતા વિવિધ ટેલેન્ટ શો પણ યોજાશે. તે માટે શાનદાર અલગ અલગ બે ભવ્ય મંચ રચવામાં આવ્યા છે. લગભગ 150થી વધુ બાળકો-યુવકો આ રજૂઆત માટે છેલ્લા 3 મહિનાથી તાલીમ લઈ રહ્યા છે. અહીં વ્યક્તિગત અને સમૂહગાન, શાસ્ત્રીય અને સુગમ સંગીત, વાદ્યસંગીત, યોગ પ્રસ્તુતિ તેમજ વિવિધ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને બાળકો-યુવાનો-યુવતીઓ સૌને આનંદની સાથે કળા-કૌશલ્યની તેમજ સાંસ્કૃતિક પ્રેરણાઓ આપશે.

Surties - Surat News

  • જ્યોતિ ઉદ્યાનની રંગબેરંગી પ્રેરણાત્મક રચના : મહોત્સવ સ્થળના કેન્દ્રમાં ઉભું કરવામાં આવેલ અક્ષરધામ મંદિરની ચારે તરફ થીમેટિક પાર્ક દરેકની આંખોને રંગબેરંગી રચનાઓથી ઝગમગાવી ઉઠશે એ છે જ્યોતિ ઉદ્યાન. આ ઉદ્યાન દિવસ કરતાં વધુ રાત્રે આકર્ષિત લાગશે. અહીં અલગ અલગ પ્રકારનાં ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓની, બોધકથાઓ, સંસ્કૃતિ અને શાસ્ત્રોનો શાશ્વત સંદેશ આપશે. આ જ્યોતિ ઉદ્યાન મહોત્સવ સ્થળનું એક આકર્ષણ કેન્દ્ર બની રહેશે.

Surties - Surat News

  • લાઈટ એન્ડ સાઉન્ડ શો : સ્વામિનારાયણ નગરના વિવિધ આકર્ષણોમાં એક મહત્ત્વનું આકર્ષણ રહેશે લાઈટ એન્ડ સાઉન્ડ શો. 300 કરતાં વધારે બાળકો-યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા અહીં સંદેશ આપવામાં આવશે.