બોલિવૂડ ભાઇજાન અને બોલિવૂડ બાદશાહ શારરૂખ ખાન વચ્ચે મોટો ક્લેશ થવાની માહિતી સામે આવી રહી છે. બનેં ની ફિલ્મ પઠાન અને કિસી કા ભાઇ કિસી કી જાન એકબીજાની સામે આવશે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન અને ભારત વચ્ચે જે દિવસે ટી-20 મેચ યોજાવાની છે ત્યારે જ આ બંને એક્ટર્સની ફિલ્મના ટીઝર રિલીઝ થવાના છે. આ સમય દરમિયાન જોરદાર કોમ્પિટીશન અને ગરમાં ગરમી રચાઈ શકે છે.
એકબીજાની ફિલ્મ માં કરશે કેમિયો
માહિતી મળી રહી છે તે પ્રમાણે અપકમિંગ ફિલ્મ પઠાનમાં સલમાન ખાન અને સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનમાં શાહરૂખ ખાન કેમિયો કરવાના છે. કેમિયો રોલ એટલે કે માત્ર થોડી ક્ષણો કે માત્ર એકાદ- બે સિન્સ માટે કલાકારોનું ગેસ્ચ એપિયરન્સ. આ બંને દિગ્ગજ કલાકારો એક બીજાની સામે રેસમાં ઊતરી ગયાં છે ત્યારે બંને શા માટે એકબીજાની ફિલ્મમાં કેમિયો રોલ કરવાનાં છે તે પણ એક મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે.
શાહરૂખ અને સલમાન ફરી એકવાર ફિલ્મી મેદાનમાં ઉતરી ચુક્યા છે. બંને પોતાની આવનારી નવી ફિલ્મના ટીઝર એકસાથે રિલીઝ કરવા જઇ રહ્યાં છે ત્યારે સ્પષ્ટ છે કે બોક્સ ઓફિસનાં આ યુદ્ધમાં એકબીજાની ટક્કર જોવા મળી શકે છે.
Leave a Reply
View Comments