બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન રવિવારે મોડી રાત્રે માતા વૈષ્ણો દેવીના દરબારમાં હાજરી આપવા પહોચિયો હતો. ઘણા લાંબા સમય બાદ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા તેઓ 2 ડિસેમ્બરે પણ મક્કા ગયો હતો અને હવે તે માતા વૈષ્ણો દેવીના દરબાર પહોંચઈયો હોવાની વાતો સામે આવી છે.
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે જે વૈષ્ણો દેવી મંદિરનો છે. આ વિડીયોમાં સ્પસ્ટ રીતે જોઈ શકાય છે કે શાહરૂખ ખાને બ્લેક હૂડી પહેરી છે અને તેણે માથું ઢાંકેલું છે.
SRK recently visited Mata Vaishnodevi to seek blessings.pic.twitter.com/Cr17b9N7gz
— Shah Rukh Khan Fc – Pune ( SRK Fc Pune ) (@SRKFC_PUNE) December 12, 2022
શાહરુખ નો ચહેરો દેખાતો નથી, પરંતુ અભિનેતા સાથે ચાલી રહેલી સુરક્ષાને કારણે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે શાહરૂખ ખાન છે. બોલિવૂડ ફિલ્મો સામે સોશિયલ મીડિયા પર પણ લાંબા સમયથી બહિષ્કાર અભિયાન ચાલી રહ્યું છે. આવી પરીસ્થિતિમાં, શાહરૂખ ખાન માટે મા વૈષ્ણોના દરબારમાં હાજરી આપતો નજરે ચડયો છે.
Leave a Reply
View Comments