બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’એ રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર એન્ટ્રી મારી છે. શાહરૂખ ની આ ફિલ્મ એ ઓપનિંગ ડે પર જ રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે પઠાણ ફિલ્મ એ બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ (KGF 2)ને પાછળ છોડી દીધી છે.
ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ પહેલા રેકોર્ડબ્રેક એડવાન્સ બુકિંગ પહેલાથી જ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે ફિલ્મની શરૂઆત શાનદાર રહેશે. દર્શકોના રીવ્યુ જોઈને લાગી રહ્યું છે કે આ ફિલોમા દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. તમને જણાવી દઈએ કે ખ્યાત ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ‘પઠાણ’ની રિલીઝના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપી છે.
#Pathaan Day 1 India 🇮🇳 opening ₹ 54 Crs Nett..
A new All-time record.. 🔥
Early estimates..
— Ramesh Bala (@rameshlaus) January 26, 2023
અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે શાહરૂખ ખાનની ફિલ્મ શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર કમાણીની સુનામી લાવશે. આલમ એ છે કે ‘પઠાણ’ પહેલા દિવસે દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. દરમિયાન, પ્રખ્યાત ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ‘પઠાણ’ની રિલીઝના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપી છે. જે
રમેશ બાલા એ આપેલ માહિતી મુજબ શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’એ ભારતમાં ઓપનિંગ ડે પર રેકોર્ડ બ્રેક 54 કરોડની કમાણી કરી છે. આ સાથે ‘પઠાણે’ યશની બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF 2’ને પહેલા દિવસની કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે.
જો વાત કરીયે બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, યશની ‘KGF ચેપ્ટર 2’ એ શરૂઆતના દિવસે 53.95 કરોડનું કલેક્શન કર્યું હતું. આવી સ્થિતિમાં, હવે સ્પષ્ટપણે કહી શકાય કે ‘પઠાણ’ સાઉથ સિનેમાની ‘KGF 2’ પર છવાયેલો છે.
Leave a Reply
View Comments