અઠવાલાઈન્સમાં રહેતા કન્સ્ટ્રકશન વ્યવસાઈના બંગલામાંથી નોકર રૂ.1 લાખના દાગીનાની ચોરી કરી ફરાર

Servant stole jewelry worth Rs. 1 lakh from the bungalow of a construction business resident in Athwalines.
Servant stole jewelry worth Rs. 1 lakh from the bungalow of a construction business resident in Athwalines.

અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા કન્સ્ટ્રક્શન વ્યવસાઈના બંગલામાં તેમના નોકરે જે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.મોકો જોઈ નોકર તેમના બેડરૂમમાં ઘુસી ગયો હતો અને કબાટમાં રાખેલી રૂ.1 લાખની કિંમતની સોનાની બંગડીઓ ચોરી કરીને નાશી છૂટ્યો હતો.પોતાનો જ નોકર લાખોના દાગીના ચોરી કરી ગયા અંગે ખબર પડતા તેઓ ચોકી ગયા હતા અને ત્યાર બાદ ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉમરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અઠવાલાઇન્સ ખાતે આવેલ ગોકુલ ડેરીની સામે આદર્શ સોસાયટી બઁગલા નંબર બી /42 માં રહેતા નીલ હરેશકુમાર શાહ કન્સ્ટ્રકશન કન્સલટન્સીના ધંધા સાથે સંકળાયેલા છે.તેમના બંગલામાં આરોપી રાજુ પુંગરીયા નિગવાલને (મૂળ રહે-અલીરાજપુર મધ્યપ્રદેશ )નાને વોચમેન તરીકે નોકરી ઉપર રાખવામાં આવ્યો હતો.

દરમિયાન ગત 8 મીએ રાત્રે આરોપી રાજુ તેમના બેડરૂમમાં ઘુસી ગયો હતો.અને બેડરૂમના કબાટના ડ્રોવરમાંથી તેમની પત્નીના કલકત્તાની ડિજાઇનવાળી રૂ.1 લાખની કિંમતની સોનાની બંગડીઓ ચોરી કરીને નાશી છૂટ્યો હતો.વધુમાં નીલ શાહે જણાવ્યું હતું કે રાજુ અને તેની પત્ની બે મહિના પહેલા જ કામ ઉપર રાખવામાં આવ્યા હતા.બને સિક્યૂઈરીટી સાથે સાથે ઘરમાં સાફ સફાઈનું કામ પણ કરતા હતા.જોકે ચોરી રાજુએ જ કરી છે.તેની વિરુદ્ધમાં ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.