છેલ્લા 15 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવી રાખ્યું છે, પરંતુ શોની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે.માહિતી એવી સામે આવી છે કે જેનિફર મિસ્ત્રી એ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શો છોડી દીધો છે અને સાથે જ તેણે શોના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે જેનિફર આ સીરિયલમાં મિસિસ સોઢીની ભૂમિકામાં છે અને તે લાંબા સમયથી તારક મહેતાનો ભાગ છે.
શૈલેષ લોઢા અને અસિત મોદી છેલ્લા કેટલાક સમયથી એકબીજા પર ઉગ્ર આરોપો લગાવી રહ્યા છે. અને હવે જેનિફર મિસ્ત્રી બંસીવાલે આ શોમાં શ્રીમતી સોઢીની ભૂમિકા ભજવી છે, તેણે બે મહિના પહેલા જ શૂટથી દુરી બનાવી લીધી હતી. તે છેલ્લે 7 માર્ચે સેટ પર પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું કે સોહેલ અને જતીન બજાજે પણ અભિનેત્રીનું અપમાન કર્યું હતું, જેના કારણે તેણે પોતાને શોથી દૂર કરી લીધી છે. મીડિયા રિપોર્ટ ની માનીયે તો જેનિફરે જણાવ્યું કે તેણે 7 માર્ચથી આ શો માટે શૂટિંગ કર્યું નથી અને તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે.
જેનિફરે જણાવ્યું કે 6 માર્ચે તેની એનિવર્સરી હતી અને જે દિવસે મને ઘરે જવા દેવામાં આવી ન હતી અને પ્રોજેકટ મેનેજર સાથે મેકર્સે મારી કાર રોકી હતી અને મને ધમકી આપી હતી. મેં તેમને કહ્યું કે હું આટલા વર્ષોથી આ સિરિયલમાં કામ કરું છું, તમે મારી સાથે આવું ન કરી શકો અને પછી તેઓએ મને ડરાવી-ધમકાવી, મેં ત્રણ લોકો વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે.
વધુ માહિતી એવી પણ સામે આવી રહી છે કે આ પછી જેનિફરે આગળ કહ્યું, ‘7 માર્ચે, મેં હોળી માટે અડધા દિવસની રજા માંગી અને કહ્યું કે કાં તો મને 2 કલાક માટે ઘરે જવા દો કારણ કે મારી પુત્રી મારી રાહ જોઈ રહી છે, તેઓએ મારા સિવાય બધા સાથે એડજસ્ટમેન્ટ કરે છે. પ્રોજેક્ટ મેનેજરે મને બધાની સામે ચાર વખત બહાર નીકળવાનું કહ્યું અને ખૂબ ખરાબ બોલ્યા. આ બધું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. આ બધું 7 માર્ચે થયું, મને લાગ્યું કે આ લોકો મને બોલાવશે પણ એવું ન થયું.
મેં વકીલની મદદ લીધી. 8 માર્ચે મેં અસિત મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજને નોટિસ મોકલી હતી. મને આ અંગે કોઈ જવાબ મળ્યો નથી, પરંતુ મને ખાતરી છે કે તેઓ આ બાબતની તપાસ કરશે અને આ બાબતની તપાસ કરશે.
Leave a Reply
View Comments