” નો ડ્રગ્સ ઈન સીટી “અભિયાન હેઠળ એક બાજુ સુરત શહેર પોલીસે અવાર નવાર મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ,ગાંજો સહીત દારૂનો જથ્થો પકડવાની સાથે ડ્રગ્સ અને દારૂ માફિયાઓને જેલમાં ધકેલી રહી સાથો સાથો લોકો જાગૃતિ આવે તે માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહયા છે.દરમિયાન આજે સવારે જનજાગૃતિ હેતુથી “સે નો ટૂ ડ્રગ્સ ” અંગેની રેલી કાઢવામાં આવી હતી.
શહેરના કારગીલ ચોકથી આજે સવારે “સે નો ટૂ ડ્રગ્સ ‘ અંગેની રેલી કાઢવામાં આવી હતી.આ રેલીમાં ગુજરાત નાર્કોટિક્સ વિભાગના ડિરેક્ટર તેમજ સુરત શહેર પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા.
કારગિલ ચોકથી નીકળેલી જનગૃતિ રેલી અલગ અલગ રૂટો પરથી પસાર થઇ હતી. જનજાગૃતિ માટે કાઢવામાં આવેલી રેલીમાં ડ્રગ્સથી દૂર રહેવા તેમજ ડ્રગ્સથી બચવા અને ડ્રગ્સથી થતા નુક્શાનો સાથો સાથી ડ્રગ્સ ફ્રી સુરત સહિતના સંદેશાઓ અને માહિતી આપવાની સાથે જાગૃત કરવામાં આવ્યું હતું.આ રેલી કારગિલ ચોકથી નીકળયા બાદ નિર્ધારિત કરવામાં આવેલા અલગ અલગ રૂટ થઈને પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચીને સમાપ્ત થઇ હતી.
Leave a Reply
View Comments