બોલીવુડ ઇન્ડસ્ટ્રી માંથી અવાર નવાર અનેક વિડીયો સામે આવતા હોઈ છે જેમાંથી કેટલાક વિડીયો આપણને પસંદ આવે તો કેટલાક વિડીયો આપણને ચોંકાવી દેતા હોઈ છે. તેવો જ હાલ એક બૉલીવુડ અભીનેત્રી નો વિડીયો સામે આવ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની સફર અને પરિવાર સાથે મસ્તી કરતી વખતે તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. સારા અને તેનો ભાઈ ઈબ્રાહિમ તેની માતા અમૃતા સિંહ સાથે રહે છે અને ઘણીવાર પિતા સૈફ અલી ખાન સાથે સમય પસાર કરતા જોવા મળે છે.
નાનપણમાં સારા તેના પિતા સૈફની ફિલ્મના સેટ પર જતી હતી. સારાનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ તેનો બાળપણનો વીડિયો છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને સૈફ તેની કાળજી લેતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો સૈફ અલી ખાનની ફિલ્મ ઓલવેઝના શૂટિંગ દરમિયાન શૂટ કરવામાં આવ્યો હતો. સૈફની આ ફિલ્મ વર્ષ 1996માં આવી હતી. સારાની ક્યુટનેસ જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા છે.
View this post on Instagram
વિડીયોમાં સારા અલી ખાન પ્લાસ્ટિકની ખુરશી પર કેસરી રંગનું ફ્રોક પહેરીને બેઠેલી જોવા મળી રહી છે. સૈફ તેની સાથે ઘૂંટણિયે બેસીને તેની સંભાળ લઈ રહ્યો છે. પિતા અને પુત્રી સેટ પર ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. વિડીયો જોઈને કહી શકાય કે સૈફ શોટની વચ્ચે બ્રેક લઈને દીકરી સારા સાથે મસ્તી કરવા આવ્યો છે.
સારાહની ક્યુટનેસ જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે. એક પ્રશંસકે લખ્યું- સૈફના તમામ બાળકો ખૂબ જ ક્યૂટ છે. જ્યારે બીજાએ લખ્યું- બેબી સારા સૈફની બહેન સોહા અલી ખાન જેવી લાગે છે.
Leave a Reply
View Comments