અરે…રે…કેકને બદલે ખાવા મળ્યા પોલીસના ડંડા, સંપૂર્ણ ઘટનાનો વિડીયો વાયરલ…

surties

બોલીવુડના સુપરસ્ટાર સલમાનના 57માં જન્મદિવસ પર તેના ચાહકોને તેની એક ઝલક મેળવવા માટે લાઠીઓનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં, તેમના જન્મદિવસ પર તેમને શુભેચ્છા આપવા માટે તેમના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ્સની બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા. લાંબી રાહ જોયા બાદ સલમાન ખાન તેની બાલ્કનીમાં આવ્યો અને હાથ મિલાવીને ચાહકોનો આભાર માન્યો.

પરંતુ જયારે સલમાન પાછો ઘરમાં ગયો ત્યારે ભીડ બેકાબુ બની હતી અને ત્યાંર મુંબઈ પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર મોટી સંખ્યામાં સલમાન ખાનના ફેન્સ હાજર છે અને પોલીસે તેમને ત્યાંથી હટાવવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ બાદ લોકો ભાગદોડ જોવા મળી હતી. સલમાન ખાનના જન્મદિવસને પગલે ચાહકોએ કેકને બદલે લાકડીઓ ખાવી પડી હતી.