56 વર્ષનો સલમાન 24 વર્ષ નાની અભિનેત્રી ના પ્રેમમાં? એક ટ્વીટ કરતા સામે આવ્યું પ્રેમ પ્રકરણ…

surties

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન પ્રોફેશનલ કરતાં પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. ક્યારેક લવ લાઇફ તો ક્યારેક લગ્ન, વિવિધ કારણોસર હેડલાઇન્સનો ભાગ સલમાન બનતો રહે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કે સલમાનને પાર્ટનર મળી ગયું છે અને તે આ દિવસોમાં તેની સાથે રિલેશનશિપમાં છે.

મીડિયા રિપોર્ટ અને મળતી માહિતી મુજબ હવે સલમાન ભાઈ ફરી એકવાર પ્રેમમાં પડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન પૂજા હેગડેને ડેટ કરી રહ્યો છે. એટલું જ નહીં, પૂજા સલમાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં પણ કામ કરી રહી છે.

વાસ્તવમાં ઉમૈર સંધુની એક ટ્વીટએ બોલિવૂડમાં હલચલ મચાવી દીધી છે. ઉમૈરનું કહેવું છે કે સલમાન અને પૂજા રિલેશનશિપમાં છે. ઉમૈરે પોતાના ટ્વીટમાં લખ્યું- બ્રેકિંગ ન્યૂઝ… શહેરમાં એક નવું કપલ સામે આવ્યું છે. મેગા સ્ટાર સલમાન ખાન પૂજા હેગડેના પ્રેમમાં પડી ગયો છે. સલમાનના પ્રોડક્શન હાઉસે પણ પૂજાને તેની બે ફિલ્મો માટે સાઈન કરી છે. આ બંને આ દિવસોમાં સાથે સમય વિતાવી રહ્યા છે અને સલમાનના નજીકના મિત્રએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

surties

વર્ક ફ્રન્ટ પર, સલમાન પાસે હાલમાં કિસી કા ભાઈ કિસી કી જાન, કિક 2, સૂરજ બડજાત્યા સાથેની ફિલ્મ અને નો એન્ટ્રીની સિક્વલ છે. આ સિવાય તે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં પણ કેમિયો રોલ કરતો જોવા મળશે. આ સિવાય પૂજા હેગડે સલમાન સાથે કિસી કા ભાઈ કિસી કી જાન અને રણવીર સિંહની સર્કસને લઈને ચર્ચામાં છે. પરંતુ હજુ સલમાન ખાન અને પૂજા હેગડે તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી એટલે 100% કઈ પણ કહી શકાય તેમ નથી,