ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર આ દિવસોમાં ખુબજ ચર્ચામાં છે કારણકે તેને હાલમાંજ IPL માં ડેબ્યુ કર્યું છે. અર્જુનએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેણે છેલ્લી ઓવરમાં જે રીતે બોલિંગ કરી તે જોઈ દરેક તેના પ્રશંસક બની ગયા છે. ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આ યુવા બોલર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અર્જુન પોતે કેપ્ટનના વિશ્વાસ પર ખરા ઉતર્યો અને માત્ર 5 રન ખર્ચીને ટીમને યાદગાર જીત અપાવી. પુત્રનું આ પ્રદર્શન જોઈને સચિન પણ ઘણો ખુશ થયો. અર્જુન તેંડુલકરે 2.5 ઓવરમાં 18 રન આપીને ભુવનેશ્વર કુમારની વિકેટ લીધી હતી. જીત બાદ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ડ્રેસિંગ રૂમમાં પરત ફરી ત્યારે સચિને અર્જુનને બેજ આપ્યો હતો.માસ્ટર બ્લાસ્ટરે અર્જુનને એક ખાસ ભેટ આપી છે જેને તે હંમેશા યાદ રાખશે.
“At least there’s a wicket in our family now.” 😝 – Sachin Tendulkar
It’s an awww-filled content day – Arjun receives his POTM 🎖️ from his father. 🥹💙 #OneFamily #SRHvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @sachin_rt MI TV pic.twitter.com/l03lt1Aw8x
— Mumbai Indians (@mipaltan) April 19, 2023
મુંબઈ ઈન્ડિયન્સે આ વિડીયો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. IPLની 16મી સિઝનમાં અર્જુન તેંડુલકરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ડેબ્યૂ કર્યું હતું. જોકે તે ડેબ્યૂ મેચમાં માત્ર 2 ઓવર જ ફેંકી શક્યો હતો, પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી.
Leave a Reply
View Comments