VIRAL VIDEO : રોમેન્ટિક બનવાના ચક્કર જુઓ શું થયું, તમે ભૂલથી પણ આવું નહિ કરતા નકર…

surties

સોશિયલ મીડિયા પર વર અને કન્યા ને લગતા અલગ-અલગ વિડીયો ખૂબ વાયરલ થતા હોઈ છે અને લોકો દ્વારા શેર કરવામાં આવે છે. ક્યારેક બંનેની ફની સ્ટાઈલ તો ક્યારેક જોરદાર સ્વેગ જોવા મળે છે. હાલ ફરી એક એવો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે લગ્ન પૂરા થયા પછી વર-કન્યા સ્ટેજ પર આવે છે અને રોમેન્ટિક ડાન્સ કરવા લાગે છે. પરંતુ આ દરમિયાન વરનું સંતુલન બગડે છે અને દુલ્હન ખુબજ ખરાબ રીતે નીચે પડે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા કપલ ડાન્સ માટે સ્ટેજ પર આવે છે. વરરાજા તેની દુલ્હનનો હાથ પકડીને રોમેન્ટિક પોઝ આપવા માંગે છે, પરંતુ આ દરમિયાન તેનું સંતુલન બગડી જાય છે અને તે ઠોકર ખાઈને દુલ્હન સાથે જમીન પર પડી જાય છે. આ રીતે બંને હાસ્યનો પાત્ર બની જાય છે.

આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે અને લોકો ભરપૂર પ્રમાણ માં શેર કરી રહ્યા છે.