મિત્રો T20 વિશ્વકપ 2022 હવે એ મુકામ પર પહેંચી ગયો છે કે ત્યાંથી હવે અમુક જ મેચ બાકી છે. T20 વિશ્વકપ 2022 ગૃ્પ સ્ટેજની મેચ ઘણી જ રસપ્રદ રહી હતી. અને ઘણી મેચોએ મોટા પરિણામ પણ ફેરબદલ કર્યા હતા, જેમ કે નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવ્યું – જેને કારણે સાઉથ આફ્રિકા ગ્રૃપ સ્ટેજમાં વિશ્વકપ માંથી બહાર થઇ ગયું હતું અને પાકિસ્તાનને સેમિફાઇનલમાં જવાની તક મળી. જોકે આ મેચ પહેલા સાઉથ આફ્રિકાનું સેમિફાઇનલમાં સ્થાન નક્કી જ હતું. સાઉથ આફ્રિકાની હારે પાકિસ્તાનને સેમિફાઇનલમાં જવાની તક આપી.જે પછી ગ્રૃપ ૨ માંથી ભારત અને પાકિસ્તાન સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયું.
એ જ દિવસે એટલે કે સાઉથ આફ્રિકા ગ્રૃપ સ્ટેજમાં વિશ્વકપ માંથી બહાર થયું એ દિવસે ભારત અને ઝીમ્બાબ્વેની પણ મેચ હતી જે ભારતે પણ જીતવી જરૂરી હતી. એ મેચમાં ભારતે પ્રથમ બેટીંગ કરી ૧૮૦થી વધું રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારતની બોલીંગના સમયે બધું જ ભારતની તરફ જઇ રહ્યું હતું, ભારતીય બોલરો પણ જોરદાર અને આક્રમક બોલીંગ કરી રહ્યા હતા અને ફિલ્ડીંગ પર અસરકારક થઇ રહી હતી. એ સમયે રોહિત શર્મા કે જેઓ મેચમાં વ્યસ્ત હતા, એ સમયે રોહિત શર્માનો એક ચાહક દોડતો દોડતો રોહિત શર્માને મળવા દોડી આવ્યો.
ચાલુ મેચ અચાનક થોડા સમય માટે અટકી પડી. એવામાં જોત જોતામાં સ્ટેડીયમ પોલીસની ટુકડી રોહિત શર્માના ચાહકને પકડવા મેદાનમાં ઉતરી અને રોહિત શર્માના એ ચાહકને પકડી લઇ મેદાન બહાર લઇ ગઇ. જ્યારે આ ચાહક મેદાનમાં દોડી આવ્યો ત્યારે મેદાન પરના બધા જ ખેલાડી જોઇને સ્ટબ્ધ થઇ ગયા હતા. રોહિત શર્માના આ ચાહકને આ રીતે મેદાનમાં દોડી આવ્વા બદલ 6.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વાત તો હવે મજાની છે. જેવું રોહિત શર્માને આ વાતની જાણ થઇ તેવી જ રોહિત શર્મા પોતે એમના ચાહકને 6.5 લાખ રૂપિયાના દંડની ભરપાઇ કરી દીધી. આ જોતા રોહિત શર્માએ દરેક ભારતીયને ભારતીય હોવાના પર ગદગદ કરી દીધા. ભલે રોહિત શર્મા આ વિશ્વકપમાં સારૂ પર્ફોમન્સ નથી આપી શક્યા પણ બાકીની મેચોમાં જરૂર બહુમુલ્ય પર્ફોમન્સ આપી ભારતને 15 વર્ષ પછી વિશ્વકપ અપાવશે.
Leave a Reply
View Comments