રોહિત શર્મા થયો ઇજાગ્રસ્ત ?, હવે આ ઘાતક ખેલાડી KL રાહુલ સાથેઓપનિંગમાં……

Surties - Surat News

T-20 વિશ્વ કપ હવે તેના અંતિમ પડાવ તરફ પ્રયાણ કરી રહ્યો છે અને સેમી ફાઇનલમાં પહોંચેલી તમામ ટિમ ની સાથે સાથે ભારતીય ક્રિકેટ ટીમ પણ પૂર જોશ માં દેખાઈ રહી છે પરંતુ મેચ શરૂ થાય તેના બે દિવસ પહેલા જ ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

Surties - Surat News

એડિલેડ ખાતે પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા પરંતુ હાલ મળતી માહિતી મુજબ તે ફિલ્ડ પર પ્રેક્ટીસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.  જો ઇજા વધુ ગંભીર જણાશે તો તે સેમી ફાઇનલ મેચ પણ રમી શકશે નહીં. આવી કપરી સ્થિતિમાં ઓપનિંગ કરવા માટે રાહુલની સાથે વિરાટ કોહલી ઓપનર તરીકે દેખાઈ શકે છે. વિરાટ કોહલી હાલમાં સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.

રોહિત શર્મા ના ઈજાગ્રસ્ત થયા બાદ આવી સ્થિતિમાં કોહલી અને રાહુલ બંને ઇંગ્લેન્ડ સામે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. જો વિરાટ કોહલી ઓપનિંગ કરશે તો સૂર્યકુમાર યાદવ નંબર 3 પર જોવા મળશે અને નંબર 4 પર બેટિંગ કરવા માટે રિષભ પંતને સ્થાન આપવામાં આવી શકે છે.