ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી ઘણી મોટી અને મહત્વની મેચ માં ભારતને વિજય અપાવ્યો છે પરંતુ હાલ માં જ T-20 વિશ્વકપ ટુર્નામેન્ટમાં સફળતા અપાવી શક્યો નથી અને છેલ્લે ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે થી હાર મળી. આ પરાજય બાદ BCCI ત્વરિત એક્શનમાં આવ્યું છે અને ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટન વિષે પણ વાતો સામે આવી છે.
અમે આપને જણાવી દઈએ કે તાજેતરમાં હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપ ની મહત્વ ની જવાબદારી સોંપી છે આ આગાઉ પણ આયર્લેન્ડ સામેની સિરીઝમાં તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાલ અત્યારે મળી રહેલા રિપોટ અનુસાર હવે આગામી એક વર્ષ દરમિયાન રોહિત અને કોહલી જવા સિનિયર ખેલાડીઓ ટી-20 ફોર્મેટમાં જોવા મળશે નહીં અને હાર્દિક ટૂંકા ફોર્મેટમાં કાયમી કેપ્ટન બની શકે છે.
હાર્દિક પંડ્યાને હાલમાં ફરી એક વખત મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જો આ જવાબદારીમાં તે સફળતા અપાવશે તો આગામી એક વર્ષ સુધી તેની કેપ્ટનશીપ મળવાની પુરી સંભાવના છે.
Leave a Reply
View Comments