VIRAL VIDEO : ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે, વનરાજા લટાર મારતા દેખાયા

surties

સોશિયલ મીડિયા પર ગુજરાતનો એક વિડીયો ખુબજ વાયરલ થયો છે. વિડીયો માં જોવા મળે છે કે જંગલનો રાજા સિંહ ખુલ્લે આમ રસ્તા પર ફરી રહ્યો છે અને આસ પાસ થી અનેક વાહનો પસાર થઇ રહ્યા છે. ગુજરાતમાં વરસાદના કારણે તબાહીનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રોડ અને હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. સૌથી ખરાબ હાલત જૂનાગઢની છે, જ્યાં રસ્તાઓ પર પૂર વહી રહ્યા છે.

ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે એક વિચિત્ર ઘટના જોવા મળી છે. એક તરફ જ્યાં ઉભરાતા પાણીથી લોકો ભયભીત છે તો બીજી તરફ રસ્તા પર ચાલતા લોકોમાં ભયજનક પશુઓનો ડર ઉભો થયો છે.

WhatsApp

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોને કારણે લોકોમાં આ ડર ઉભો થયો છે. વાસ્તવમાં આ વિડીયોમાં જંગલનો રાજા સિંહ વ્યસ્ત રોડ પર નિર્ભયપણે ફરતો જોવા મળે છે. તેની આસપાસ સેંકડો વાહનો પસાર થાય છે. જ્યારે લોકોને સિંહ રસ્તા પર રખડતો જોવા મળ્યો ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. લોકોને આશા નહોતી કે તે જંગલના રાજા સિંહને રસ્તા પર જોવા મળશે. આ વાયરલ વિડીયો ચોક્કસ કઈ જગ્યા નો છે એ હજુ સામે નથી આવ્યો.

વિડીયોમાં જોઈ શકાય છે કે વ્યસ્ત ફ્લાયઓવર પર સિંહ આંટાફેરા મારી રહ્યો છે. જ્યારે તેની પાસેથી સેંકડો વાહનો પસાર થઈ રહ્યા છે. જ્યારે કેટલાક લોકોને સિંહ રસ્તાની વચ્ચે ચાલતો જોવા મળ્યો તો તેઓએ તરત જ તેનો વીડિયો બનાવી લીધો. જોકે સિંહે કોઈના પર હુમલો કર્યો ન હતો. તે બસ શાંતિથી રસ્તા પર ચાલી રહ્યો હતો. આ પહેલા અનેક જગ્યા પર થી અનેક વિડીયો વાયરલ થયા છે જેમાં ઘણી વખત દીપડા, મગર જેવા આક્રમક પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં ફરતા જોવા મળ્યા છે.