રિવાબાએ કર્યા RSS ના વખાણ, વિડીયો શેર કરતા જ ટ્રોલ થયા રવિન્દ્ર જાડેજા

રીવાબા જાડેજા ધારાસભ્ય બની ચુક્યા છે અને તેના ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા વારંવાર તેના વખાણ કરતા ટ્વીટ કરે છે. હવે એક વીડિયો શેર કરીને રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાના જોરદાર વખાણ કર્યા છે. પરંતુ આ વખતે તે ટ્રોલ્સના નિશાના પર આવી ગયો છે. વાસ્તવમાં એક કાર્યક્રમ દરમિયાન રિવાબાને RSS વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. તે જ સમયે, રિવાબાએ જવાબમાં જે પણ કહ્યું તેનાથી રવિન્દ્ર જાડેજા ખૂબ જ ખુશ દેખાતા હતા અને તેણે તે વીડિયો શેર કર્યો હતો.

વીડિયો શેર કરતી વખતે જાડેજાએ લખ્યું કે RSS વિશે તમારી (પત્નીની) જાણકારી જોઈને ખૂબ આનંદ થયો. એક સંસ્થા જે ભારતીય સંસ્કૃતિના આદર્શોને પ્રોત્સાહન આપે છે અને આપણા સમાજના મૂલ્યોને જાળવી રાખે છે. તમારું જ્ઞાન અને મહેનત તમને અલગ બનાવે છે.

આ પછી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેની પત્ની રીવાબા જાડેજાની આરએસએસ વિશેની જાણકારીના વખાણ કરવા બદલ ટ્રોલ થયા હતા. જે બાદ ક્રિકેટરે રાષ્ટ્રધ્વજ સાથે પોતાની એક તસવીર અને કેપ્શન ‘ભારતીય’ પોસ્ટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તેમણે આરએસએસની દેશભક્તિ, રાષ્ટ્રવાદ, બલિદાન અને એકતાની ખૂબ પ્રશંસા કરી.

શું તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે?

બીજી તરફ જાડેજાનો વીડિયો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેમને પૂછ્યું કે શું તેઓ રાજકારણમાં આવ્યા છે અને શું BCCI ભાજપ અને RSSને શરણે થઈ ગઈ છે. બીજી તરફ, કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ એક ન્યૂઝ ચેનલની ચર્ચામાં કહ્યું કે દરેક વ્યક્તિ – ખેલાડી હોય કે અભિનેતા ED અને ઈન્કમ ટેક્સના ડરથી ભાજપને ખુશ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.