OMG : ક્રિકેટ જગત ના ચોંકાવનારા સમાચાર, બે દાયકાની શાનદાર કારકિર્દીનો અંત….

Surties

ક્રિકેટ જગતના ઇતિહાસમાં અનેક એવા ખેલાડી હોઈ છે જેઓ પોતાનું એક અલગ વર્ચસ્વ ઉભું કરતા હોઈ છે. આજે અમે તમને એવાજ એક બેટ્સમેન ની વાત કરવા જઈ રહ્યા છીએ જે પોતાની બલ્લેબાજી થી બોલરોના છક્કા છોડાવી દેતો હતો. જી હા અને હવે એજ બેટ્સમેન એ નિવૃત્તિ જાહેર કરી છે આ બેટ્સમેન્ટ નું નામ છે ‘હાશિમ અમલા’

Surties

દક્ષિણ આફ્રિકાના અનુભવી બેટ્સમેન હાશિમ અમલાએ 18 જાન્યુઆરીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. મળતી માહિતી મુજબ આ ખેલાડી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો હતો પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટ મેચ રમતા જોવા મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન હાશિમ અમલાએ તેની બે દાયકાની શાનદાર કારકિર્દીનો અંત લાવી દીધો છે.

Surties

મીડિયા રિપોટ્ર્સ મુજબ અમલાએ દક્ષિણ આફ્રિકા માટે 124 ટેસ્ટ, 181 વનડે અને 44 ટી-20 મેચ રમી, જેમાં તેણે 18672 રન બનાવ્યા. તે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ અને એકમાત્ર દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન છે. તેણે જુલાઈ 2012માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે અણનમ 311 રન બનાવ્યા હતા. અમલા હવે દક્ષિણ આફ્રિકા T20 લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉનના બેટિંગ કોચ તરીકે સેવા આપશે.