પરિણામનો ‘પ્રિન્સ’ : સુરતનો આ વિદ્યાર્થી આંખથી 80% જોઈ શકતો નથી. જાણો ભવિષ્યમાં શું બનવા માટે ઈચ્છા વ્યક્ત કરી

surties

ગુજરાતમાં માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષાનું પરિણામ આજ રોજ એટલેકે બુધવારે જાહેર કરાયું છે. આ પરિણામ વેબસાઈટ www. gseb. org પર જાહેર થયું છે. જેની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હતા. તે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નુ પરિણામ આવતાજ સુરતના એક વિદ્યાર્થી એ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ વિદ્યાર્થી નું નામ છે ગઢીયા પ્રિન્સ રાજેશભાઈ કે જેઓ પોતાની આંખો થી સ્પષ્ટ જોઈ શકતો નથી. આ વિદ્યાર્થી પોતાની આંખે થી 80% નથી જોઈ શકતો, તે પોતાની આંખેથી માત્ર 20% જ જોઈ શકે છે. તમે જાણી ને ચોંકી જશો કે આ વિદ્યાર્થીને આંખમાં -24 નંબર છે.

surties

સુરતનો વિદ્યાર્થી ગઢીયા પ્રિન્સ બરાબર જોઈ શકતો ન હોવા છતાં તેણે ધો.12 કોમર્સમાં 91% ટકા મેળવ્યા અને પોતાની શાળાની સાથે સાથે માતા-પિતાનું પણ નામ રોશન કર્યું.

તમને જાણી ને નવાય લાગશે કે પોતાને આંખમાં દ્રષ્ટિની સમસ્યા હોવા છતાં કોઈ પણ મદદ કે સુવિધા વગર એક સામાન્ય વિદ્યાર્થીની જેમ તેણે ધો.12ની પરીક્ષા આપી અને આટલું સરસ પરિણામ મેળવ્યું. આ હોનહાર વિદ્યાર્થી દરરોજ સાયકલ ચાલવી શાળા એ ભણવા માટે જતો હતો. આ બોર્ડની પરીક્ષામાં 91% મળેવી નોબલ પબ્લિક સ્કૂલ સહીત પોતાના માતા-પિતાનું નામ પણ નામ રોશન કર્યું છે.

વધુમાં અમે તમને જણાવી દઈએ કે આ વિદ્યાર્થીના માતા-પિતા રસ્તા પર પાથરણા પાથરી કપડાંનું વેંચાણ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. માતા પિતા સાથે વાત ચિત દરમિયાન તેઓએ જણાવ્યું કે પ્રિન્સ પોતે ખુબજ મહેનતુ છે અને ભણવાની સાથે સાથે તેને ક્રિકેટ જોવામાં પણ ખુબજ રસ છે.

surties

પ્રિન્સ નું કહેવું છે કે આ હજુ માત્ર એક શરૂઆત છે અને તેને હજુ ખુબજ આગળ અભ્યાસ કરવાની ઈચ્છા છે. પોતાની દ્રષ્ટિ નબળી હોવા છતાં તે અથાગ પરિશ્રમ અને મહેનત કરી CA ના અભ્યાસ માં આગળ વધવા ઈચ્છે છે.

સામાન્ય પ્રવાહ સાથે વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થયુ છે. જેને વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www. gseb. org પર જોઈ શકે છે. આ રિઝલ્ટ ગુજરાત માધ્યમિક શૈક્ષણિક બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો