જાણો છો આ 8 વાત ? પુરુષ પોતાની ગર્લફ્રેન્ડ અને પત્ની સાથે બોલે છે ખોટું…

Surties - Surat News
  • તું એજ પહેલી છોકરી છે જેની સાથે મને પહેલીવાર પ્રેમ થયો છે :
    પુરુષો ઓ ઘણીવાર તેમની પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે જુઠ્ઠું બોલતા હોઈ છે કે તેઓ માત્ર એક જ વાર પ્રેમમાં પડ્યા છે. કેટલીક વખત એવું હોઈ છે કે છોકરાઓ તેમની ભૂતકાળની ગર્લફ્રેન્ડ વિશે પણ જણાવી શકતા નથી કારણ કે તેમના પાર્ટનરને ગુમાવવા નો ડર હોઈ છે.
  • હું તને નોતો જોઈ રહ્યો :
    પુરુષ પોતાની મહિલા પાર્ટનર સાથે જયારે બેઠા હોય છે ત્યારે અચાનક કોઈ બીજી સુંદર મહિલા ત્યાંથી પસાર થાય એટલે પુરુષ તેને જોવા લાગે છે. જ્યારે ,મહિલા પાર્ટનર આવું કરવા પર ટોકે છે ત્યારે, પુરુષ કહે છે કે તેઓ તેને જોતા ન્ હતા પરંતુ કંઇક વિચારી રહ્યા હતા.
  • લગ્ન પહેલા સંભોગ નહીં :
    આપણને અવાર નવાર જાણવા મળતું હોઈ છે કે કોઈ પુરુષ છોકરીનું દિલ જીતવા માટે મોટાભાગે જુઠ્ઠું બોલે છે કે તેઓ લગ્ન પહેલા બિલકુલ ઈન્ટિમેટ નહીં થાય. પરંતુ જેવી છોકરી હા કહે છે ત્યારે રમત સંપૂર્ણપણે બદલાઈ જતી હોઈ છે.

Surties - Surat News

  • મેં ક્યારેય ધુમ્રપાન કર્યું નથી :
    રિલેશનશિપમાં મોટેભાગે મહિલાઓ પુરુશોને સ્મોક કરવાની જ્યારે ના પાડતા હોઈ છે. જયારે જયારે મહિલાપાર્ટનરને સિગારેટની દુર્ગંધ આવે છે ત્યારે પુરુષ જુઠ્ઠું બોલી દેતા હોઈ છે કે તેમની સામે કોઈ ધુમ્રપાન કરતું હતું.
  • હું માત્ર ને માત્ર તારા વિષે જ વિચારો કરું છું :
    કેટલીક વાર પોતાના સાથીનું દિલ જીતવા માટે પુરુષો જુઠ્ઠું બોલે છે કે હું માત્ર ને માત્ર તારા વિષે જ વિચારો કરું છું.
  • હું તારા વગર એક દિવસ પણ નથી રહી શકતો :
    આપણે ઘણીવાર ફિલ્મોમાં જોયું છે કે પુરુષ પાત્ર તેની ગર્લફ્રેન્ડને ફોન પર કહે છે કે હું તારા વગર નથી રહી શકતો અને ફોન કાપ્યા પછી તરત જ માહોલ બદલી જતો હોઈ છે.

Surties - Surat News

  • હું સિંગલ છું :
    મોટેભાગે એવું સામે આવતું હોઈ છે કે રિલેશનશિપમાં હોવા છતાં પુરુષ અન્ય મહિલા તરફ આકર્ષિત થઈ જાય છે અને તેને અંતે તેઓ જુઠ્ઠું પણ બોલે છે અને કહે છે કે હું સિંગલ છું.
  • પૈસાને બાબતે જુઠ્ઠું બોલવું :
    અવાર નવાર લગ્ન પહેલા કોઈ છોકરીને ઇમ્પ્રેસ કરવા માટે પુરુષો જુઠ્ઠું બોલતા હોઈ કે તેમની પાસે ખૂબ જ ધન દોલત છે. આવી જ રીતે વિવાહિત પુરુષ પૈસા હોવા છતાં પોતાની પત્નીને કહે છે કે તેમની વધારે પાસે પૈસા નથી.

Surties - Surat News