ગુજરાતના બહુ ચર્ચિત કેસ એટલે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ એક્સીડંટ કેસ માં સૌથી મોટી ખબર સામે આવી છે. હાલ કારની સ્પીડ ને મોટા સમાચાર સામે આવી ગયા છે અને FSLના રિપોર્ટમાંસૌથી મોટો ઘટસ્ફોટ થયો છે.
માહિતી એવી સામે આવી છે કે અકસ્માત સમયે તથ્ય પટેલની કારની સ્પીડ 142.5 હોવાનું FSLના રિપોર્ટમાં સામે આવ્યું છે. બુધવારે રાત્રે તથ્ય પટેલે પૂર ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા હતા.
બીજી બાજુ આજે અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે. સિંધુ ભવનના કાફેમાં ગાડી ઘુસાડવાના CCTV વાયરલ થયા બાદ M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 3 જુલાઈએ 0093 નંબરની થારને તથ્ય પટેલે સિંધુ ભવન રોડ પરના એક કેફેમાં ઘુસાડી દીધી હતી.
આ સમગ્ર મામલે હવે આગળ શું પગલાં લેવામાં આવે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે.
Leave a Reply
View Comments