ભારતીય રેલ્વેએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના મુખ્ય સ્ટેશનોના અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલ્વે સ્ટેશનોની ઓળખ કરી છે. તેમાંથી 87 રેલવે સ્ટેશન ગુજરાતમાં છે. અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનના નવનિર્માણથી નવી નોકરીઓના સર્જન સાથે અર્થતંત્ર પર મોટી અસર પડશે. ભારતીય રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઈઓ અનિલ કુમાર લાહોટી અને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા સુરત અને ઉધના સ્ટેશનોના પુનઃવિકાસ કાર્યનું નિરીક્ષણ કરવા સુરત પહોંચ્યા હતા.
વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનનું ફેસલિફ્ટ અને લેઆઉટ રેલ્વે સ્ટેશનને સીમાચિહ્નમાં પરિવર્તિત કરવા અને ‘નવા ભારતની નવી રેલ’ બનવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આર્કિટેક્ચરલ તેમજ મેનેજમેન્ટ પાસાઓના સંદર્ભમાં તેની આંતરરાષ્ટ્રીય છાપ બનાવવાનો છે. તેથી સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસની આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કલ્પના કરવામાં આવી છે.
બંને સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા 2આ દરમિયાન તેઓ મુંબઈથી સુરત વિભાગનું નિરીક્ષણ કર્યું છે. જ્યારે ભારતીય રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઈઓ અનિલ કુમાર લાહોટી 20 મેના રોજ સુરતથી દિલ્હી જવા માટે સાંજે 7 કલાકે રવાના થશે અને સવારે 8.40 કલાકે પહોંચશે. 21 મેના રોજ, અનિલ કુમાર લાહોટી અને અશોક કુમાર મિશ્રા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અને સુરત સ્ટેશનના પુનઃવિકાસને લગતી પ્રગતિનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી. સાંજે 12933 કર્ણાવતી એક્સપ્રેસમાં સુરતથી અમદાવાદ સેક્શનનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદમાં હાઇ સ્પીડ પ્રોજેક્ટ અને અમદાવાદ સ્ટેશનની સમીક્ષા અને નિરીક્ષણ 22 મેના રોજ નક્કી કરવામાં આવ્યું છે. તેઓ સાંજે 6.35 કલાકે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.
Leave a Reply
View Comments