OMG : ચામડી પહેરીને અસલી મગર સાથે મસ્તી ભારે પડી, છેલ્લો પરાક્રમ તમને હચમચાવી દેશે..

Surties

અત્યારના આ સંઘર્ષ ભર્યા સમયમાં લોકો બિનજરૂરી જોખમ લેવાનું કોઈને પસંદ કરતા નથી. પરંતુ કેટલાક લોકો એવા પણ હોઈ છે જે જોખમો સાથે રમવાનું પસંદ કરે છે. આવા લોકો ને જોઈને આપણે પણ કયારેક ડરી જતા હોઈએ છીએ. હાલ એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયલર થયો છે.

ટ્વિટર પર શેર કરવામાં આવેલા વિડીયોમાં, વ્યક્તિએ મગર સાથે મસ્તી કરવા માટે એવો પ્લાન બનાવ્યો કે આ મજા તેને ઘણી મોંઘી પડી શકે. માણસે મગરનું ચામડું પહેરાવીને ચીડવવાનું શરૂ કર્યું. વ્યક્તિની આવી હિંમત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

વાયરલ વિડીયો નદી કિનારાનો છે. જ્યાં વાસ્તવમાં ઘેરા કાળા રંગનો મગર એક એવો વ્યક્તિ છે જેણે મગરની ચામડી પહેરી છે, પરંતુ ચામડી પહેરતાની સાથે જ તે પોતાને મગર જેટલો શક્તિશાળી સમજવાની ભૂલ કરી રહ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે ચામડી પહેરેલ વ્યક્તિ ક્યારેક મગરને મારે છે તો ક્યારેક તેનો પગ ખેંચે છે. તે જાણી જોઈને સાચા મગરને પરેશાન કરતો દેખાયો.

આ વિડીયો સોશિયલ મીડિયા પાર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ લોકો પોતપોતાની અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.