રાશિફળ । શુક્રવાર, 25 નવેમ્બર 2022 – તુલા, ધન અને કુંભ રાશિના જાતકો રહે સાવધાન !

Surties

રાશિફળ । શુક્રવાર, 25 નવેમ્બર 2022

 


મેષ રાશિ (અ,લ,ઈ) :

  • તમને કોઈ પારિવારિક સમસ્યાનો ઉકેલ મળશે. અહંકારના કારણે સંબંધીઓ તમારાથી નારાજ થઈ શકે છે.

વૃષભ રાશિ (બ,વ,ઉ) :

  • આ અઠવાડિયે અટકેલા પૈસા તમને મળી શકે છે. જીવનસાથીના વિચારોને મહત્વ આપો.

મિથુન રાશિ (ક,છ,ઘ) :

  • ગુરુવાર પછીનો સમય ઘણો સારો રહેશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોની પ્રતિષ્ઠામાં ઘટાડો થઈ શકે છે.

કર્ક રાશિ (ડ,હ) :

  • બેંકિંગ સંબંધિત કારકિર્દીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની સંભાવના છે. બીજા સાથે વાત કરતી વખતે શિષ્ટતા રાખો.

સિંહ રાશિ (મ,ટ) :

  • ખર્ચની અધિકતા હોવા છતાં તમે લકઝરીને ખૂબ મહત્વ આપશો. બેરોજગાર લોકો માટે સપ્તાહ શુભ નથી.

કન્યા રાશિ (પ,ઠ,ણ) :

  • આ સપ્તાહ વેપારમાં લાભદાયક રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો બગાડશો નહીં.

તુલા રાશિ (ર,ત) :

  • સંતાનની પ્રગતિથી ખુશ રહેશો. તમારું બજેટ ખોરવાઈ શકે છે.

વૃષિક રાશિ (ન,ય) :

  • તમારી ઉર્જા અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો. તમારી જવાબદારી સમજો.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) :

  • તમારી જીવનશૈલી વૈભવ અને ઐશ્વર્ય બતાવશે. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

મકર રાશિ (ખ,જ) :

  • કાર્યક્ષેત્રમાં તમારી મહેનતને લોકો ખૂબ મહત્વ આપશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે લોન લેવી પડી શકે છે.

કુંભ રાશિ (ગ,શ,ષ) :

  • પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. સરકારી કામમાં કાયદાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે.

મીન રાશિ (દ,ચ,ઝ,થ) :

  • પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે. પરિવારમાં અનુશાસન જાળવો.