રાશિફળ । મંગળવાર, 24 જાન્યુઆરી 2023
મેષ રાશિ (અ,લ,ઈ) :
- કાયદાકીય બાબતોમાં તમને વિજય મળશે. લવમેટ પર દબાણ ન કરો.
વૃષભ રાશિ (બ,વ,ઉ) :
- મોડલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી તકો મળી શકે છે.
મિથુન રાશિ (ક,છ,ઘ) :
- પોતાની જૂની ઉપલબ્ધિઓને યાદ કરીને ખૂબ જ ખુશ થશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોએ થોડું ધ્યાન રાખવું જોઈએ.
કર્ક રાશિ (ડ,હ) :
- કાર્યક્ષેત્રમાં સ્થિરતા રહેશે. ગેસ અને કબજિયાતની સમસ્યા થવાની સંભાવના છે.
સિંહ રાશિ (મ,ટ) :
- તમને અપેક્ષા કરતા વધુ પૈસા મળશે. વિજાતીય વ્યક્તિ પ્રત્યે મનમાં કુદરતી આકર્ષણ પણ પ્રેમ સંબંધની શરૂઆતનો સંકેત આપે છે.
કન્યા રાશિ (પ,ઠ,ણ) :
- બધા કામ અડચણ વગર પૂરા થશે. ઊંઘમાં અડચણ આવી શકે છે.
તુલા રાશિ (ર,ત) :
- તમને થોડું માન-સન્માન મળી શકે છે. પ્રવાસ કરવાની કોશિશ કરશો પણ એમાં તમારે ઘણી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.
વૃષિક રાશિ (ન,ય) :
- આવકના નવા સ્ત્રોત મળી શકે છે. સપ્તાહના મધ્યમાં તમારે તણાવનો સામનો કરવો પડશે.
ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) :
- સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધવાની છે. સોમવારે સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે.
મકર રાશિ (ખ,જ) :
- નવો ધંધો શરૂ કરી શકો છો. શેર બજાર સાથે જોડાયેલા લોકોએ સાવધાન રહેવું.
કુંભ રાશિ (ગ,શ,ષ) :
- તમે તમારા પરિવારના સભ્યોનું વિશેષ ધ્યાન રાખશો. આ અઠવાડિયે તમારાથી ઈર્ષ્યા કરનારા લોકોની સંખ્યા વધી શકે છે.
મીન રાશિ (દ,ચ,ઝ,થ) :
- સરકારી નોકરી કરતા લોકો માટે સપ્તાહ આનંદ અને શાંતિથી પસાર થશે. તમારું શંકાસ્પદ વર્તન સંબંધોને પણ અસર કરી શકે છે.
Leave a Reply
View Comments