અરે…બાપરે…જુઓ રણબીર કપૂરે ગુસ્સામાં ચાહક સાથે શું કર્યું, લોકોએ કહ્યું આ છે અસલી ચહેરો…

Surties

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો રણબીર પર આકરા આરોપ લગાવી રહ્યા છે તો કેટલાક લોકો રણબીર ની તરફેણમાં પણ બોલી રહ્યા છે. એક ફેન રણબીર સાથે સેલ્ફી લઇ રહ્યો હોઈ છે અને ત્યારે ણબીર થોડો ચિડાઈ જાય છે અને ફેનનો ફોન ફેંકી દે છે.

આ વિડીયો પાપારાઝીના કેમેરામાં કેદ થઇ જાય છે જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વાતને લઈને લોકો રણબીર કપૂરને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વાયરલ વિડીયોમાં રણબીર પહેલા તે ફેન સાથે ઉભા રહીને પોઝ આપે છે, પરંતુ થોડી જ વારમાં તે પોતાનો મોબાઈલ ફેંકતો જોવા મળ્યો હતો. જો કે, આ વિડીયો પાછળનું સત્ય શું છે, તે હજુ સામે આવ્યું નથી. આ વિડીયો જોયા બાદ ફેન્સ રણબીરને અસંસ્કારી હોવા બદલ ઠપકો આપી રહ્યા છે અને તેને બેશરમ કૃત્ય ગણાવી રહ્યા છે. ઘણા લોકો તો આલિયા ભટ્ટને કેટલીક રીતભાત શીખવવાનું પણ કહી રહ્યા છે.

આ દિવસોમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ તુ જૂઠી મેં મક્કરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે.