જુઓ 30 વર્ષની આલિયાએ બર્થડે પર કેવી કેક કાપી, કેક પર એવી વસ્તુ મુકવામાં આવી હતી કે….

હાલમાં જ માતા બનેલી આલિયા ભટ્ટ 30 વર્ષની થઈ ગઈ છે. ગતરોજ લગ્ન પછી તેનો આ પહેલો જન્મદિવસ હતો, જેમાં તેના પતિ રણબીર કપૂરે તેને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી. રણબીર કપૂરે તેની સુંદર પત્ની માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. આલિયા ભટ્ટના દિવસને વધુ ખાસ બનાવવા માટે આ કપલ લંડન પહોંચી ગયું હતું. જ્યાં આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ પણ સાથે જોવા મળી હતી.

surties

surties

આલિયા ભટ્ટે પોતાની ગ્રાન્ડ બર્થડે પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ત્રીસ વર્ષની ખુશીમાં ચોકલેટ કેક કાપતી જોવા મળે છે. જેને ત્રણ મીણબત્તીઓથી શણગારવામાં આવી છે. આલિયા ભટ્ટ ઉપરાંત તેના પતિ રણબીર કપૂર, માતા સોની રાઝદાન, બહેન શાહીન ભટ્ટ, કેટલાક મિત્રો પણ જોવા મળી રહ્યા છે. આ ખાસ પાર્ટી લંડનની એક રેસ્ટોરન્ટમાં યોજાઈ હતી.

surties

surties

આલિયા ભટ્ટ પોતાની મનપસંદ વાનગીઓનો આનંદ લેતી જોવા મળી હતી. ક્યારેક રણબીર કપૂરની બાહોમાં, તો ક્યારેક તેના મિત્રો અને પરિવાર સાથે, તેણે ઘણી તસવીરો પણ ક્લિક કરી. માતા સોની રાઝદાને તેની પુત્રીને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. સોની રાઝદાને પોતાની અને આલિયા ભટ્ટની એક તસવીર પોસ્ટ કરી છે અને બહેન શાહીન રાઝદાને પણ મજેદાર રીતે પોસ્ટ કરીને આલિયા ભટ્ટને અભિનંદન પાઠવ્યા છે.

surties

બર્થડેના આ તમામ ફોટો ઇન્ટરનેટ પર ખુબજ વાયરલ થઈ રહેલા છે.