બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તા. 6 નવેમ્બર 2022 ના રોજ માતા પિતા બન્યા અને આ સમાચાર સામે આવતા જ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઉત્સાહનો માહોલ છવાયો છે.
કપૂર પરિવારમાં આવેલ આ નવા મહેમાન ને ઘરે લઇ જવા કપૂર પરિવાર ખુબજ ઉત્સાહ માં જોવા મળ્યો હતો. ગોરેગાંવ એચ એસ હોસ્પિટલ બહાર રણબીર કપૂર ની માતા નિતુ કપુર સ્પોટ થઈ હતી અને તેઓ ખુબજ ઉત્સાહ માં દેખાઈ રહી હતી.
મીડિયા એ નીતુ કપૂર ને પૂછ્યું હતું કે આલિયા- રણબીર ની દીકરી કોના જેવી લાગે છે ત્યારે નીતુ કપુરે જણાવ્યું, હું બહુ જ ખુશ છું મારી ખુશી ને હું વ્યક્ત કરી શક્તિ અને દીકરી હજુ એ નાની છે ખુબ સુદંર છે પણ કોના પર ગઈ એ ના ખબર પડી શકે કારણકે એ ખુબ નાની છે. બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં આલીયા ભટ્ટ ખુબ જ લોકપ્રિય છે અને હાલ લાખો ચાહકો તેની માતા બનવાની ખુશી વ્યક્ત કરીને શુભેચ્છાઓ મોકલી રહ્યા છે.
Leave a Reply
View Comments