ગુજરાતમાં ગુલાબી ઠંડી વચ્ચે મેઘરાજા પ્રગટ થયા. હાલ ગુજરાતમાં ઠંડી ની લહેર પ્રસરી છે અને લોકો આ ઠંડી ના હિસાબે પોતપોતાનું રોજીંદુ જીવન જીવતા થયા હતા, પરંતુ હાલ થોડા દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં કમોસમી વરસાદ પાડવાની શક્યતા સેવાઈ રહી છે.
હાલ ગુજરાતના અમદાવાદ શહેરના ઇસનપુરથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને આપડે અનુમાન નથી લગાવી શકતા કે આપડે શું પ્રતિક્રિયા આપવી. આ વાયરલ થયેલ વિડીયો એક લગ્ન પ્રસંગનો છે. જેમાં લોકો ધામધૂમ પૂર્વક લગ્ન ની ઉજવણીમાં મશગુલ હતા પરંતુ અચાનક વરસાદ પડતા માહોલ કંઈક જુદો જોવા મળ્યો હતો.
અમદાવાદના ઇસનપુરમાં એક તરફ લગન શરૂ હતા તો બીજી તરફ મેઘરાજાની અચાનક એન્ટ્રી થતા લોકોમાં નાસભાગ મચી ગઈ. pic.twitter.com/zGQnb3hNdY
— Surties (@SurtiesIndia) January 28, 2023
એક તરફ લગન શરૂ હતા તો બીજી તરફ મેઘરાજાની અચાનક એન્ટ્રી થતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને તાત્કાલિક શું કરવું તેનો પણ કોઈને વિચાર આવતો ન હતો તેવું આ વિડીયો જોઈને લાગી રહ્યું છે. આ વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે લગ્નસમારોહમાં વરસાદ પડતાં લોકો જમણવારની થાળી લઈને ભાગી રહ્યા છે. આ વિડીયો અમદાવાદના ઇસનપુરથી સામે આવ્યો છે.
Leave a Reply
View Comments